ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
9 જુલાઈ 2020
જમ્મુ-કાશ્મીરમાં બાંદીપુરા જિલ્લામાં ગઈરાત્રે આતંકવાદીઓએ ભાજપના જિલ્લા પ્રમુખ વસીમ બારી અને એના ભાઈ ઉમર તેમજ પિતા બશીર એહમદ પર ગોળીઓ વરસાવી હત્યા કરી દીધી છે. ગોળીબારમાં ઘાયલોને બાંદીપુરાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેવને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતાં. પોતાના પિતા અને ભાઈ સાથે બારી દુકાનમાં બેઠા હતા ત્યારે આતંકવાદીઓએ આવીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, એમ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. નોંધનીય છે કે ભાજપના નેતાની સુરક્ષામાં 8 પર્સનલ સિક્યુરિટી ઓફિસર કરવામા આવ્યાં હતાં પરંતુ તેઓ આ ઘટના દરમિયાન નદારત હતા એમ ઘટનાની તપાસ કરી રહેલા પોલીસ ઓફિસરે માહિતી આપી હતી.. વસીમ બારીની સુરક્ષામાં ચૂક કરનાર 8 PSO ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઘટના બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા એ મૃતકને શ્રદ્ધાંજલિ આપી કહ્યું હતું કે વસીમનું બલિદાન બેકાર નહી જાય.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 5 મે 2019 માં ભાજપના કાર્યકર્તા ગુલ મહંમદની પણ આતંકવાદીઓએ હત્યા કરી હતી. અને એની પહેલાં એક નવેમ્બર 2018 માં પણ જમુના કિશ્તવાડ જિલ્લામાં ભાજપના પ્રદેશ સચિવ અનિલ અને એમના ભાઈ અજીત પરિહાર ની હત્યા કરી દીધી હતી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com