ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો
મુંબઇ
27 ઓગસ્ટ 2020
વ્યાજ દરમાં વધુ ઘટાડા સૂચવતા RBI એ કહ્યું કે કોવિડ -19 ને પગળે અર્થવ્યવસ્થાને બચાવવા માટે લેવામાં આવેલા પગલાં, ટૂંક સમયમાં હટાવામાં આવશે નહીં. જો નાણાકીય નીતિ અંગેનું વલણ સારૂ રહેશે અને જરૂરી હોય તો સેન્ટ્રલ બેંક રેપો રેટમાં વધુ ઘટાડો કરી શકે છે.
આજે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ના ગવર્નર શક્તિ કાંતા દાસે કહ્યું કે કોવિડ -19 અંગે થોડી સ્પષ્ટતા થતાં જ સેન્ટ્રલ બેંક ચોક્કસપણે આર્થિક વૃદ્ધિ વિશે પોતાનું અનુમાન જાહેર કરશે. સાથે જ સાડેબિટ રિઝોલ્યુશન ફ્રેમવર્ક કોવિડ -19 ને કારણે પડકારોનો સામનો કરી રહેલા લેણદારોને નોંધપાત્ર રાહત આપશે. જોકે, દાસે બેન્કિંગ ક્ષેત્રની પરિસ્થિતિ અંગે સંતોષ વ્યક્ત કરી કહ્યું એકંદરે બેન્કિંગ ક્ષેત્ર વધુ સારી અને સ્થિર સ્થિતિમાં છે.
જો કે, આરબીઆઈના ગવર્નરે બેંકોને ચેતવણી આપી હતી કે ધિરાણમાં અતિશય સતર્કતાને લીધે બેંકોને નુકસાન વેઠવું પડશે અને બેંકોની આવકને પણ અસર થશે. એક અખબાર દ્વારા આયોજીત વેબિનારને સંબોધન કરતા દાસે કહ્યું કે જોખમો લેવાને બદલે બેન્કોએ તેમના સંચાલન અને શાસનના માળખામાં સુધારો કરવો જોઇએ…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com