ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 ઓગસ્ટ 2020
હાલમાં જ બેલારુસમાં બહુ ચર્ચિત ચૂંટણીઓ થઈ. બેલારુસમાં 65 વર્ષીય રાષ્ટ્રપતિ લુકાશેન્કોએ છઠ્ઠી વખત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવી હતી. ત્યારબાદ વિપક્ષી ઉમેદવાર સ્વેત્લાના તિખાનાવસ્ના દેશ છોડી જતી રહી હતી. કેમકે તેને બેલારુસમાં પોતાનાં જીવને જોખમ લાગતું હતું. તેને બદલો લેવાનો ડર હતો. આ દરમિયાન, પડોશી દેશ લિથુનીયાના વિદેશ પ્રધાન લિનાસ લિંક્વીયસે માહિતી આપી છે કે સ્વેત્લાના તેમના દેશમાં છે અને તે સુરક્ષિત છે.
65 વર્ષીય રાષ્ટ્રપતિ લુકાશેન્કો 1994 માં ચુંટણી જીતી પ્રથમવાર બેલારુસમાં સત્તા પર આવ્યા ત્યારે સ્વેત્લાના 9 વર્ષની હતી. અત્યારે 37 વર્ષીય સ્વેત્લાનાએ લુકાશેન્કોની શક્તિને પડકારી હતી. દેશના કેન્દ્રીય ચૂંટણી પંચે સોમવારે મતપત્રોની ગણતરી બાદ ઘોષણા કરી હતી કે લુકાશેન્કોએ 80.23 ટકા મત મળ્યાં હતા, જ્યારે તેમના મુખ્ય વિપક્ષી ઉમેદવાર સ્વેત્લાના તિખાનોવસ્નાને માત્ર 9.9 ટકા મત મળ્યા હતા.
ચૂંટણીના પરિણામો બાદ લોકોના વિરોધ સામે સ્વેત્લાનાએ કહ્યું કે હું ચૂંટણી હારી ગઈ હોવા છતાં મારી હિંમત તૂટી નથી. સરમુખત્યારશાહી સામે મારો સંઘર્ષ ચાલુ રહેશે. તેઓએ ચૂંટણીના પરિણામોમાં પક્ષપાત થયો હોવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે "મારી રેલીઓમાં લોકોની ભીડ બતાવતી હતી કે તેઓ પરિવર્તન ઇચ્છે છે. પરંતુ, તાનાશહે આવું થવા દીધું નથી."
નોંધનીય છે કે આ ચૂંટણીના પગલે સમગ્ર બેલારુસમાં વ્યાપક દેખાવો થયા હતા અને વિરોધ કરનારાઓ સામે હિંસક કાર્યવાહી કરવામાં આવી હતી. લુકાશેન્કોને બેલારુસનો સંપૂર્ણ શાસક કહેવામાં આવે છે. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા અને હજારો લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શન કરનારાઓ પર પોલીસે આંસુ ગેસના શેલ ફાયર કર્યા હતા. વિરોધ કરનારા મોટાભાગે યુવાન હતા. લુકાશેન્કોનું શાસન 1994 માં શરૂ થયું હતું અને આ જીત બાદ હવે તે 2025 સુધી સત્તામાં રહેશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com