Site icon

ભારત બાયોટેકની કોરોના વેક્સીનને ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે મળી લીલીઝંડી… જાણો વધુ વિગતે..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

23 ઓક્ટોબર 2020

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાએ ભારત બાયોટેકને વેક્સીનના ત્રીજા તબક્કાના ટ્રાયલની પરવાનગી આપી દીધી છે. ભારત બાયોટેક એ બે ઉમેદવારોમાંથી એક છે જે સ્વદેશી છે.  ભારત બાયોટેકે પહેલા અને બીજા તબક્કાના ટ્રાયલના ડેટા સાથે એનિમલ ચેલેન્જ ડેટા રજૂ કર્યા હતા. બધા જ ડેટાને તપાસીને કરવામાં આવેલી ચર્ચા પછી મંજૂરી આપવામાં આવી છે. જણાવી દઈએ કે ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઇસીએમઆર) ના સહયોગથી, ભારત સ્વદેશી બાયોટેક "કોવાક્સિન" રસી વિકસાવી રહી છે. 

હૈદરાબાદ સ્થિત રસી ઉત્પાદક કંપનીએ તેની રસી પરીક્ષણના ત્રીજા તબક્કાની મંજૂરી મેળવવા 2 ઓક્ટોબરે ડીસીજીઆઈને અરજી કરી હતી. કંપનીએ તેની અરજીમાં કહ્યું હતું કે આ અભ્યાસમાં 18 વર્ષ કે તેથી વધુ વયના 28,500 લોકોનો સમાવેશ કરવામાં આવશે અને આ પરીક્ષણ 10 રાજ્યોમાં 19 સ્થળોએ કરવામાં આવશે. આ સ્થળોમાં દિલ્હી, મુંબઇ, પટના અને લખનઉનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે 5 ઓક્ટોબરે, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસકો) ની એક્સપર્ટ કમિટી (એસઈસીએસ) દ્વારા કંપનીની અરજી પર ચર્ચા કરવામાં આવી હતી. સમિતિએ વિગતવાર વિચાર-વિમર્શ પછી કહ્યું કે હતું કે ત્રીજા તબક્કાના અધ્યયનની ડિઝાઈન સિદ્ધાંત રૂપે સંતોષજનક છે. સમિતિએ પોતાની ભલામણમાં કહ્યું હતું કે બીજા તબક્કાના પરીક્ષણની સુરક્ષા અને પ્રતિરક્ષા સંબંધી આંકડાના આધારે ઓળખેલી ઉચિત ડોઝ સાથે અધ્યયન શરૂ કરવું જોઈએ. આ પ્રકારે કંપનીએ આવા સંબંધિત આંકડા રજૂ કરવા જોઈએ

Siddaramaiah: કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ અઝીમ પ્રેમજી પાસેથી ઉધારમાં માંગ્યો એક રોડ, જાણો શું છે તેની પાછળ નું કારણ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
West Bengal: કોલકાતામાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ, આટલા લોકોના મોત; બે દિવસ માટે એલર્ટ જાહેર
Exit mobile version