News Continuous Bureau | Mumbai
PM Narendra Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 73મો જન્મદિવસ છે. આ અવસરને ખાસ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ રવિવારે એક ખાસ ગીત રિલીઝ(song release) કર્યું છે. આ ગીત પીએમ મોદીની સિદ્ધિઓ અને દેશ માટેના સપનાઓને દર્શાવે છે. આ ગીતનું શીર્ષક ‘સપને નહીં હકીકત બુનતે’ છે.
બે મિનિટ લાંબા આ ગીતનું શીર્ષક છે ‘સપને નહીં હકીકત બુનતે, તભી તો સબ મોદી કો ચૂનતે.’ આ ગીતમાં વડાપ્રધાનની તુલના ‘નિઃસ્વાર્થ’ સાથે કરવામાં આવી છે. પીએમ મોદીનું વર્ણન “એવી વ્યક્તિ તરીકે કરવામાં આવ્યું કે જેણે દેશમાં વર્ષોથી “અટવાયેલા” વિકાસને ફરીથી પ્રજ્વલિત કર્યો.
વધુમાં, આ ગીતમાં પીએમ મોદીની સરખામણી એક એવા ઋષિ સાથે કરવામાં આવી છે જે લોકોના હિતને દરેક વસ્તુથી પહેલા રાખે છે. આ ગીતમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે મોદીનું એક માત્ર સપનું છે કે દેશને વિકસિત દેશોની શ્રેણીમાં જોવો. વીડિયોમાં પીએમ મોદીના કાર્યકાળમાં લોકો સાથેની તેમની બોંડિંગ ઉપરાંત વિવિધ સિદ્ધિઓના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Gujarat Rain: રાજ્યમાં વરસાદના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત… આ ટ્રેનો થઈ રદ્દ.. જાણો હાલ શું છે સ્થિતિ..
‘સેવા પખવાડા’ લોન્ચ
ભારતીય જનતા પાર્ટી (BJP) રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મદિવસ પર ‘સેવા પખવાડા’ લોન્ચ કરશે. આ સિવાય પીએમ મોદી સરકારની મહત્વકાંક્ષી યોજના ‘પ્રધાનમંત્રી વિશ્વકર્મા’ લોન્ચ કરી છે. તેઓ દ્વારકામાં ‘યશોભૂમિ’ નામના ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (આઈઆઈસીસી)ના પ્રથમ તબક્કાનું અને દિલ્હી મેટ્રોની એરપોર્ટ એક્સપ્રેસ લાઈનના વિસ્તૃત વિભાગનું પણ ઉદ્ઘાટન કરશે.