Site icon

ત્રણ દાયકા બાદ શ્રીનગરમાં પહેલું મલ્ટિપ્લેક્સ બનશે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

શ્રીનગર 

Join Our WhatsApp Community

23 જુન 2020 

કાશ્મીરમાં જૂનો સમય પરત આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્રણ દાયકા બાદ હવે ફરીથી કાશ્મીરમાં થિયેટરમાં ફિલ્મ જોવા મળશે. સરકારે શ્રીનગરમાં પહેલા મલ્ટિપ્લેક્સની મંજૂરી આપી દીધી છે. કાશ્મીરમાં દિલ્હી પબ્લિક સ્કૂલ ચલાવતા તકસલ હોસ્પિટાલિટીના મેનેજિંગ ડિરેક્ટર વિજય ધરના પરિવારે આ લાઇસન્સ મળ્યું છે. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ મલ્ટિપ્લેક્સ ટૂંક સમયમાં શરૂ થશે. તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આતંકવાદને કારણે કાશ્મીર ખીણમાં થિયેટરો ત્રણ દાયકાથી બંધ છે. ખીણમાં રહેતા મોટાભાગના યુવાનોએ મલ્ટિપ્લેક્સ જોયા નથી. ધર પરિવારે માર્ચમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના મલ્ટીપ્લેક્સ માટે સરકારની મંજૂરી માંગી હતી.  જમીન તથા બિલ્ડિંગની તપાસ બાદ શ્રીનગર વહીવટી તંત્રે મંજૂરી આપી દીધી હતી. નોંધનીય છે કે કાશ્મીરમાં રીગલ, પેલેડિયમ, ખાયમ, ફિરદૌસ, શાહ સિનેમા, નીલમ, શિરાઝ, તથા બ્રોડવે જેવા થિયેટર હતાં. તે તમામ કાશ્મીર વેલીમાં આતંકવાદ પ્રસર્યો તે પછી બંધ થઈ ગયાં હતાં.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fPFjlA

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Middle East Tension: યુદ્ધના મેદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે માસ્ટર પ્લાન! વિદેશ મંત્રાલયે શરૂ કર્યો ૨૪x૭ કંટ્રોલ રૂમ; હેલ્પલાઈન નંબર સેવ કરી લેજો..
Middle East Conflict: દુશ્મનોના હુમલા થશે નિષ્ફળ! મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત રશિયા પાસેથી ખરીદશે વધુ S-400 મિસાઈલ સિસ્ટમ; જાણો કેમ આ ડીલ છે ખાસ.
India Faces Major LPG Crisis: ભારતના રસોડા પર યુદ્ધની અસર: ઈરાન-અમેરિકા તણાવથી LPG પુરવઠા પર મોટું સંકટ; જાણો દેશમાં હવે કેટલા દિવસનો સ્ટોક બાકી?
SpiceJet Special Flights: વતન વાપસીની આતુરતા! યુએઈથી સ્પેશિયલ ફ્લાઈટ્સ શરૂ, પરંતુ કુવેતમાં ફસાયેલા ભારતીયોની વધી મુશ્કેલી; જાણો ગ્રાઉન્ડ રિપોર્ટ.
Exit mobile version