ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
18 જુન 2020
ભારત આઠમી વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુ.એન.એસ.સી) નું અસ્થાઈ સભ્ય બન્યું છે. ભારતને કુલ 193 માંથી 184 મત મળ્યા હતા, જ્યારે યુએનએસસી માં અસ્થાઈ સભ્ય બનવા માટે ઓછામાં ઓછા 128 મતોની જરૂરિયાત હોય છે. ભારત, એશિયા પેસિફિક સમૂહમાં એક જ ઉમેદવાર હતું અને આ ક્ષેત્રમાંથી ભારત નિર્વિરોધ ચુંટાઈ આવ્યું છે. નોંધનીય છે કે છેલ્લે ભારતે વર્ષ 2012 માં યુએનએસસીમાં પોતાની સેવા આપી હતી. આમ ભારત બહુમતીથી આઠમી વાર એશિયા પેસિફિક ક્ષેત્રમાંથી ચૂંટાઈ આવ્યું ,જે ભારત માટે ગર્વની વાત છે. આ ચૂંટણી યુનાઈટેડ નેશન્સના 75 માં સેશન માટે અધ્યક્ષ, અસ્થાયી સભ્યો, આર્થિક-સામાજિક પરિષદના સભ્યોની નીમવા માટે થઇ હતી.
# કેવી રીતે યુએનએસસી માં સીટ મળે છે??
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના દર બે વર્ષે ચૂંટણી કરાવે છે. આ માટે 10 સીટ ફાળવવામાં આવી છે. જે 10 ક્ષેત્રોમાં વિભાજીત કરવામાં આવી છે. જેમાંથી પાંચ સીટ આફ્રિકા અને એશિયાઈ દેશો માટે અનામત છે. જ્યારે બે સીટ લેટિન અમેરિકન દેશો અને કેરેબિયન દેશો માટે, જ્યારે બે સીટ પશ્ચિમી યુરોપ દેશ અને એક સીટ પૂર્વ યુરોપીય દેશમાં વચ્ચે વહેંચવામાં આવી છે…..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com