Site icon

Bihar Caste Survey: બિહારના જાતિ સર્વેક્ષણ પર સ્ટે નહીં, સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને જારી કરી નોટિસ..

Bihar Caste Survey: તાજેતરમાં બિહાર સરકાર દ્વારા જાતિ સર્વેક્ષણના આંકડા જાહેર થયા બાદ આ મુદ્દે ભારે રાજનીતિ ચાલી રહી છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, જેની સુનાવણી આજે થઈ હતી.

Bihar Caste Survey: Supreme Court refuses to pass status quo order on Bihar caste survey

Bihar Caste Survey: Supreme Court refuses to pass status quo order on Bihar caste survey

News Continuous Bureau | Mumbai 

Bihar Caste Survey : દેશની ઉચ્ચ અદાલતે ( Supreme Court ) બિહાર સરકાર ( Bihar Govt ) દ્વારા જારી કરાયેલ જાતિ વસ્તી ગણતરીના ( Caste Census ) રિપોર્ટ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે આજે જાતિની વસ્તી ગણતરીના ડેટાને સાર્વજનિક કરવા સામેની અરજી પર સુનાવણી કરી હતી. જેમાં કોર્ટે નોટિસ ( Notice ) જારી કરીને નીતીશ સરકાર પાસેથી આ અંગે જવાબ માંગ્યો છે. સાથે જ કેસની સુનાવણી ( Case Hearing ) આવતા વર્ષ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. હવે આગામી સુનાવણી જાન્યુઆરી 2024માં થશે.

Join Our WhatsApp Community

આ મામલે વિગતવાર સુનાવણીની જરૂર

નોંધનીય છે કે બિહાર સરકારે 2 ઓક્ટોબરના રોજ જાતિની વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા હતા, ત્યારબાદ બે એનજીઓએ ( NGO )  ગોપનીયતાના ઉલ્લંઘનનો આરોપ લગાવતા તેની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને એસવીએન ભાટીની બેન્ચે જાતિની વસ્તી ગણતરી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી કરી હતી. કોર્ટે કહ્યું કે આ મામલે વિગતવાર સુનાવણીની જરૂર છે. હાલમાં, જાતિ ગણતરીના આંકડા પ્રકાશિત કરવા પર કોઈ સ્ટે લાદવામાં આવી રહ્યો નથી. રાજ્ય સરકારને 4 અઠવાડિયાની અંદર કોર્ટમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  BEST Bus : મોતની મુસાફરી? બે યુવકોએ બસની પાછળ લટકીને જીવના જોખમે કરી મુસાફરી, જુઓ વાયરલ વિડીયો..

સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટ કોઈપણ રાજ્ય સરકારને ( State Govt ) નિર્ણય લેવાથી રોકી શકે નહીં. જો આવું થાય તો તે ખોટું હશે. પરંતુ જ્ઞાતિની વસ્તી ગણતરીના આંકડા સામે કોઈ વાંધો હશે તો તેને ધ્યાનમાં લેવામાં આવશે. અમે તપાસ કરીશું કે રાજ્ય સરકારને જાતિની વસ્તી ગણતરીનો ડેટા સાર્વજનિક કરવાનો અધિકાર છે કે નહીં.

કોર્ટે કહ્યું કે ગોપનીયતાનું ઉલ્લંઘન કોઈ મુદ્દો નથી

સુપ્રીમ કોર્ટે આજે રોજ જ્ઞાતિની વસ્તી ગણતરીના અહેવાલ સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા કહ્યું કે તેને ગોપનીયતાના ઉલ્લંઘન તરીકે માનવું ખૂબ જ વહેલું છે. જાતિની વસ્તી ગણતરીના અહેવાલમાં કોઈપણ વ્યક્તિનું નામ અથવા ઓળખ પ્રકાશિત કરવામાં આવી નથી, તેથી તેને ગોપનીયતાના ઉલ્લંઘન તરીકે ગણી શકાય નહીં. જો કે આગામી સુનાવણીમાં આ પાસાને પણ ધ્યાનમાં લેવામાં આવશે.

Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Karnataka DGP K Ramachandra Rao Suspended: DGP રામચંદ્ર રાવના અશ્લીલ વીડિયોથી કર્ણાટકમાં ખળભળાટ! ઓફિસમાં જ ‘રંગરેલિયા’ મનાવતા ટોપ કોપ સસ્પેન્ડ; જાણો શું છે આખો વિવાદ
BMC Mayor Election 2026: મુંબઈના મેયર પદની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું! તારીખ જાહેર થતા જ મહાયુતિમાં ખળભળાટ; શિંદે કે ભાજપ, કોણ બનશે મુંબઈનો નવો ‘નાથ’?.
Salarimala Gold Theft Case: સબરીમાલા મંદિરની પવિત્રતાને કલંક? સોનાની ચોરી મામલે ED એક્શનમાં, મુખ્ય પૂજારી સકંજામાં; કરોડોના કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા
Exit mobile version