News Continuous Bureau | Mumbai
Biparjoy Cyclone : દ્વારકામાં (Dwarka) ચક્રવાતની ( Biparjoy Cyclone) અસર જોવા મળી રહી છે. વહેલી સવારથી વરસાદ અને દરીયાઈ વિસ્તારમાં ધૂધળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે દ્વારકા જગતમંદિર પણ બંધ રાખવામાં આવ્યું છે.
જેમ જેમ ગુજરાત તરફ વાવાઝોડું (cyclone) આગળ વધી રહ્યું છે તેના કારણે અસર સમુદ્રી વિસ્તારોમાં જોવા મળી રહી છે. તેમાં પણ વહેલી સવારથી જ પવનની ગતિ દ્વારકા વધી રહી છે. 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોના છાપરાઓ ઉંચી બિલ્ડીંગ પર ચડી ગયા હતા. કાંઠા વિસ્તારમાં પવનની ગતિ અતિ તીવ્ર જોવા મળી રહી છે. ગોમતીઘાટ ખાતે પાણીનું સ્તર વધ્યું છે. દરીયામાં ઉંજા મોજાઓ ઉછળી રહ્યા છે.
Biparjoy Cyclone : વાવાઝોડાને કારણે દ્વારકામાં શું થયું.
દ્વારકામાં પવનના કારણે બે જેટલા ટાવર પડી ગયા છે. સૌરાષ્ટ્રના મોટાભાગના તીર્થસ્થળો બંધ છે. જગતમંદિર દ્વારકા પણ એક દિવસ માટે આજે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના બાદ બીજીવાર આ પ્રકારે કુદરતી આફતના કારણે મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે. લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વાવાઝોડાની અસર સતત વર્તાઈ રહી છે. વિઝિબિલીટી પણ દરિયાઈ વિસ્તારમાં ઓછી થઈ છે. કાંઠા પર પવન ખૂબ તીવ્રતાથી ફૂંકાઈ રહ્યો છે.
આ ઉપરાંત ઈમરજન્સી જેવી સ્થિતિમાં બીએસએફ, એસડીઆરએફ, આર્મી, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. સૌથી વધુ પવવની ગતિ જો વધે છે તો ઓખા આસપાસના ગામોને અસર વધુ થઈ શકે છે. દરીયામાં પણ ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે. મંદિરમાં પણ પાણી ઘુસી રહ્યા છે. સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છમાંમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ વાવાઝોડું ગુજરાતમાં (Gujarat) આજે લેન્ડ થતા આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને વધુ વરસાદ ઉત્તર ગુજરાતમાં થાય તેવી શક્યતા છે. જેથી વાવાઝોડા બાદ વધુ વરસાદની સ્થિતિ ગુજરાતમાં જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો:યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની તૈયારી? કાયદા પંચે 30 દિવસમાં જાહેર-ધાર્મિક સંગઠનો પાસેથી સૂચનો માંગ્યા
બિપરજોય News
આ પણ વાંચોઃ Western Railway : પશ્ચિમ રેલ્વે, ચક્રવાત ‘બિપરજોય’ને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક વધુ ટ્રેનો પ્રભાવિત
આ પણ વાંચોઃ Biporjoy Cyclone : બિપરજોય ચક્રવાતની અસર, ડરથી આ રાજ્યમાં તોડવામાં આવી જર્જરિત ઈમારતો, 67 ટ્રેનો કરાઈ રદ..