ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
25 જુન 2020
રાહુલ અને સોનિયા ગાંધી સહિત કોંગ્રેસ પર ભાજપે ગંભીર આરોપો લગાવ્યા છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં ચીની પૈસાનું દાન લીધું હોવાનો આરોપ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા રવિ પ્રસાદે લગાવ્યો છે. તેમણે પૂછ્યું છે કે ચીને શુ કામ રાજીવ ગાંધી ફાઉન્ડેશન માટે દાન આપવું પડ્યું?
તેમણે સવાલ ઉઠાવ્યો કે કાયદા અનુસાર, જો કોઈ સંસ્થા વિદેશી ભંડોળ લે છે, તો તેણે તેની સાથે સંબંધિત તમામ માહિતી સરકારને આપવાની હોય છે. શું રાજીવ ગાંધી ફાઉન્ડેશન દ્વારા સરકારને ચીનમાંથી લેવામાં આવેલા ડોનાશેન વિશે માહિતી આપવામાં આવી હતી? શું તેઓએ જણાવ્યું હતું કે દાન કઈ શરતો પર લેવાય છે અને તમે તેનો શું ઉપયોગ કર્યો છે? અને જો રાહુલ-સોનીયા ગાંધીએ આ અંગેની માહિતી આપી ન હતી, તો શા માટે સરકારને માહિતી આપી ન હતી?? શું સોનિયાએ આ દાન, ચીન સાથે મુક્ત વેપારના સોદાના બદલામા લીધું હતું?? એવા વેધક સવાલો ભાજપા એ પૂછયા છે.
ભાજપ સાથે સંકળાયેલા સૂત્રોએ માહિતી આપી હતી કે ભારતમાં સ્થિત ચીની હાઈ કમિશન ઘણા લાંબા સમયથી રાજીવ ગાંધી ફાઉન્ડેશન (આરજીએફ) માટે નાણાં આપે છે. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી, રાજીવ ગાંધી ફાઉન્ડેશનના અધ્યક્ષ છે. જ્યારે પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ અને કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી આ બોર્ડના સભ્યો છે.…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com

Leave a Reply