BJP President: ભાજપના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? હાલ વિનોદ તાવડેનું નામ રેસમાં સૌથી આગળ, જાણો કારણ…

BJP President: લોકસભાના પરિણામો બાદ મહાગઠબંધનમાં સામેલ પક્ષો વચ્ચે હાલ ખેંચતાણ ચાલી રહી છે. આ વિવાદને શાંત પાડવો એ ભાજપ હાઈકમાન્ડની પ્રથમ પ્રાથમિકતા બની ગઈ છે. આ સિવાય મરાઠા આરક્ષણ પણ સરકાર સમક્ષ હાલ મહત્વનો મુદ્દો છે. આ માટે પણ તમામ પગલાં લેવામાં આવશે.

by Bipin Mewada
BJP President Who will be the next National President of BJP Now Vinod Tawde's name is leading in the race, know the reason...

  News Continuous Bureau | Mumbai

BJP President: મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપને ( BJP ) ખુબ નુકસાન થઈ રહ્યું છે. હવે માત્ર ચાર-પાંચ મહિના પછી આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં આ પરિણામનું પુનરાવર્તન ન થાય તેનું જરુરથી ધ્યાનમાં રાખવું પડશે. 

લોકસભાના પરિણામો ( Lok Sabha results ) બાદ મહાગઠબંધનમાં સામેલ પક્ષો વચ્ચે હાલ ખેંચતાણ ચાલી રહી છે. આ વિવાદને શાંત પાડવો એ ભાજપ હાઈકમાન્ડની પ્રથમ પ્રાથમિકતા બની ગઈ છે. આ સિવાય મરાઠા આરક્ષણ ( Maratha reservation ) પણ સરકાર સમક્ષ મહત્વનો મુદ્દો છે. આ માટે તમામ પગલાં લેવામાં આવશે.

BJP President: વિનોદ તાવડેના નેતૃત્વમાં ભાજપને બિહારમાં સારી સફળતા મળી છે..

મહારાષ્ટ્રમાં મહાગઠબંધન પાર્ટીમાં ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે હવે મહાસચિવ વિનોદ તાવડેને ( Vinod Tawde ) ભાજપ અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. નડ્ડાને કેન્દ્રીય કેબિનેટમાં ( Central Cabinet ) નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમના સ્થાને હવે નવા પ્રમુખની શોધ ચાલી રહી છે.

વિનોદ તાવડેના નેતૃત્વમાં ભાજપને બિહારમાં સારી સફળતા મળી છે. આ સિવાય તાવડેને શાહની ખૂબ નજીક માનવામાં આવે છે. હાલમાં હાઈકમાન્ડે મહારાષ્ટ્રમાં ( Maharashtra ) કોઈપણ પ્રકારના ફેરફારનો ઈન્કાર કર્યો છે. જો કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં નવા નેતાઓને તક આપવામાં આવી છે.

આ સમાચાર  પણ વાંચો :  International Yoga Day: સુરતના અડાજણ વિસ્તારની નેશનલ લેવલ સ્વિમર ૧૭ વર્ષીય હની પ્રજાપતિ ૪ વર્ષોથી યોગ દ્વારા ફિટનેસ મેઇન્ટેન રાખે છે

BJP President: ભાજપના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા આરોગ્ય અને રસાયણ મંત્રી બન્યા છે.

ભાજપના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા ( JP Nadda ) આરોગ્ય અને રસાયણ મંત્રી બન્યા છે. આ સિવાય તેમનો કાર્યકાળ પણ હવે સમાપ્ત થઈ ગયો છે. જેના કારણે ટૂંક સમયમાં જ ભાજપના નવા પ્રમુખની નિમણુંક થાય તેવી હાલ શક્યતાઓ વધી છે.

ભાજપના નવા પ્રમુખ વર્તમાન સાંસદોમાંથી જ હશે તેવી હાલ ચર્ચા છે. હાલ સાત મહાસચિવ છે. પણ એમાં કોઈ સ્ત્રી નથી. તેથી શું હવે મહિલાઓને સ્થાન મળશે? આ પ્રશ્ન છે. સ્મૃતિ ઈરાની લોકસભા ચૂંટણીમાં ( Lok Sabha elections ) હારી ગયા છે. શું તેમનું પાર્ટી મહાસચિવમાં પુનર્વસન થશે? આ તરફ ધ્યાન આપવામાં આવશે. નડ્ડાની ટીમમાં 38 નેતાઓ છે. જેમાં 5 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને 4 રાષ્ટ્રીય સચિવો મહિલા છે. જો કે હાલ મહામંત્રી તરીકે સાંસદમાં કોઈ મહિલા નથી.

 

Join Our WhatsApp Community

You may also like