ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 26 એપ્રિલ 2021.
સોમવાર.
LPG ગેસ સિલિન્ડરના બુકિંગ ને લઈને વર્ષ 2020ના નવેમ્બરથી કેટલાક ફેરફાર લાગુ થયા હતા. જેમાં ગેસ સિલિન્ડરના બુકિંગ માટે OTP બેસ્ડસિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. હવે ફરી એકવાર એલપીજી બુકિંગ અને ડિલિવરી સિસ્ટમને વધુ સરળ બનાવવાની તૈયારીઓ થઈ રહી છે.
કેન્દ્ર સરકાર અને ઓઈલ કંપનીઓ વિચાર કરી રહી છે કે, ગ્રાહકો માટે એલપીજી ગેસ બુકિંગ અને રિફિલની પ્રક્રિયા કેવી રીતે સરળ અને તેજ કરવામાં આવે. પ્રાપ્ત થયેલી માહિતી ના આધારે ગત વર્ષે જ્યારે એલપીજીના નવા નિયમો પર ચર્ચા થઈ રહી હતી, ત્યારે એ વાત ઉપર પણ વિચાર કરવામાં આવ્યો કે એલપીજી રિફિલ માટે ગ્રાહકો ફક્ત પોતાની જ ગેસ એજન્સી પર નિર્ભર ન રહે. તેમની નજીક જે પણ બીજી ગેસ એજન્સી હોય તેના દ્વારા તેઓ એલપીજી સિલિન્ડર રિફિલ કરાવી શકે. આ માટે સરકાર અને ઓઈલ કંપનીઓએ ઈન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ તૈયાર કરશે. ઈન્ડિયન ઓઈલ(IOC), ભારત પેટ્રોલિયમ(BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ(HPCL) કંપનીઓ મળીને એક ખાસ પ્લેટફોર્મ તૈયાર કરી રહી છે અને સરકારે ઓઇલ કંપનીઓને આ અંગે નિર્દેશ પણ બહાર પાડ્યા છે.
મહારાષ્ટ્રના વેપારીઓની માંગણી, કુલ ૨૪ હજાર કરોડનું નુકસાન થયું છે હવે કે સરકાર પેકેજ જાહેર કરે.
ઉલ્લેખનીય છે કે, પ્રવાસીઓ માટે ઉપયોગી એવા ખાસ પાંચ કિલો વાળા સિલિન્ડર કનેક્શન માટે હવે તેમને એડ્રેસ પ્રૂફની જરૂર નહીં પડે. આ નાના સિલિન્ડરને દેશભરના કોઈપણ પોઇન્ટ ઓફ સેલ કે પેટ્રોલપંપ પરથી પણ રીફીલ કરાવી શકાશે.