આજકાલ ટેલિવિઝન અને સોશિયલ મીડિયા પર વિમાનની અંદર થતા હંગામાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આ સંદર્ભે ઓથોરિટી દ્વારા કડક પગલાં લેવામાં આવે છે. જોકે આવી ઘટનાઓ બંધ થવાનું નામ નથી લઈ રહી.
spicejet ની ફ્લાઈટમાં શું થયું?
દિલ્હીથી હૈદરાબાદ જતા વિમાનમાં એક સિનિયર સિટીઝન અને એરક્રાફ્ટ પરિચારીકા વચ્ચે તકરાર થઈ. ત્યારબાદ એરહોસ્ટેસ રડવા માંડી અને એરક્રાફ્ટ નો સ્ટાફ પેસેન્જર પાસે પહોંચ્યો. જ્યાં સ્ટાફ અને પેસેન્જર વચ્ચે જોરદાર ઝઘડો થયો.. આ ઝઘડા નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
#ફ્લાઈટ બની #મુંબઈની #લોકલ ટ્રેન, વધુ એક કાંડ થયું, પેસેન્જર અને #એરક્રાફ્ટ ના કર્મચારીઓ #બાખડ્યા.. જુઓ #વિડીયો #Flight #airlines #fight #passenger #crew #viralvideo #newscontinuous pic.twitter.com/c0tp5d5Clj
— news continuous (@NewsContinuous) January 24, 2023
અનેક પેસેન્જરોએ વચ્ચે આવવાનો પ્રયત્ન કર્યો પરંતુ મામલો શાંત થયો નહીં. અંતે પોલીસને બોલાવવી પડી અને બે પેસેન્જરને પોલીસના હવાલે કરવામાં આવ્યા. આ સંદર્ભે પોલીસે કેસ રજીસ્ટર કર્યો છે અને તપાસ શરૂ થઈ છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ વિમાનમાં મારામારી થતો વિડીયો વાયરલ થયો હતો, ત્યારબાદ મહિલા પેસેન્જરની સીટ ઉપર પેશાબ કરવાનો મામલો કોર્ટમાં પહોંચી ચૂક્યો છે. અન્ય એક મામલામાં એરલાઇન્સ ના સ્ટાફને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આમ હવે એરલાઇન્સ પણ મુંબઈની લોકલ ટ્રેન બનતી હોય તેવું લાગે છે.
આ સમાચાર પણ વાંચો: રાખી સાવંત નું સત્ય આવશે સામે, ફોનમાંથી ડિલીટ કર્યો અશ્લિલ વીડિયો