News Continuous Bureau | Mumbai
ડ્રામા ક્વીન રાખી સાવંત નું નામ સતત કોઈને કોઈ વિવાદમાં આવે છે. રાખી તેના બોયફ્રેન્ડ થી લઈને તેના લગ્ન સુધી સમાચારમાં છે. પરંતુ હવે મામલો થોડો ગંભીર થતો જોવા મળી રહ્યો છે. બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ ની એક બેન્ચે એક અભિનેત્રી દ્વારા દાખલ કરાયેલા કેસમાં રાખી સાવંત વિરુદ્ધ લેવામાં આવેલી કઠોર કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. એક મહિલા મોડલે રાખી સાવંત પર આરોપ લગાવ્યો છે કે રાખીએ તેના વાંધાજનક વીડિયો અને ફોટા ઇન્ટરનેટ પર વાયરલ કર્યા છે.મોડલે મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પૂછપરછ કરતા કોર્ટે રાખી ને સવાલ કર્યા છે. કોર્ટે રાખી સાવંતને પૂછ્યું કે તેણે મીડિયા ને કથિત રીતે બતાવેલ વીડિયો કેમ ડિલીટ કર્યો .
રાખી સાવંતે ડીલીટ કર્યો વિડીયો
રાખી સાવંતના વકીલ તેના બચાવમાં આગળ આવ્યા છે. તેણે ધ્યાન દોર્યું કે ટેક્નોલોજી એક્ટ (IT) હેઠળ તેની સામે નોંધાયેલા એક સિવાયના તમામ ગુના જામીનપાત્ર છે. તેણીએ અંબોલી પોલીસ સમક્ષ બે વખત પોતાનું નિવેદન નોંધ્યું છે. રાખી એ તેનું લેપટોપ અને ફોન પણ તપાસકર્તાઓને આપી દીધા હતા.રાખી સાવંતે પુરાવાનો નાશ કેમ કર્યો?રાખી સાવંત ની અરજીનો વિરોધ કરતા સરકારી વકીલે કહ્યું કે ‘રાખી સાવંતે વીડિયો ડિલીટ કર્યા પછી તપાસકર્તાઓને ફોન સોંપ્યો હતો, તેથી તપાસ અધિકારીએ આઈપીસી કલમ 209 હેઠળ કેસ દાખલ કરી ને કાર્યવાહી કરવામાં આવી છે. આના પર રાખી સાવંતના વકીલે જવાબ આપ્યો છે કે ઓરિજિનલ વીડિયો ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે અને હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેણે આ વીડિયો બનાવ્યો છે.આ મામલે હજુ સંપૂર્ણ કાર્યવાહી કરવાની બાકી છે. આ સિવાય રાખી સાવંત દ્વારા વીડિયો બતાવવા માટે જે ડિવાઈસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ડિવાઈસ હજુ રીકવર કરવામાં આવ્યો નથી.