ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022
મંગળવાર.
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારમણે આજે 2022-2023નું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ તેમનું ચોથું બજેટ છે અને આ વખતે પણ બજેટ પેપરલેસ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું હતું. બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. આ બજેટમાં આગામી 25 વર્ષ માટે બ્લુ પ્રિન્ટ રજૂ કરવામાં આવી રહી છે. દેશમાં આર્થિક પુનઃપ્રાપ્તિને મજબૂત કરવા પર ફોકસ છે. કોરોના મહામારીના કારણે પાટા પરથી ઉતરી ગયેલી ઈકોનોમીને મજબૂત કરવા ઘણી મહત્વની જાહેરાતો થઈ છે.
બજેટની મોટી જાહેરાતો:-
– 2022-23માં પીએમ આવાસ યોજના હેઠળ 80 લાખ મકાન બનાવવામાં આવશે. આ માટે 48 હજાર કરોડનું ફંડ રાખવામાં આવ્યું છે.
– કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આવકવેરાના સ્લેબ પર કોઈ નવી જાહેરાત કરી નથી. જેના કારણે આ વખતે પણ આવકવેરામાં કોઈ છૂટ નથી.
– જો કે આ વખતે કોર્પોરેટને રાહત આપવામાં આવી છે. કોર્પોરેટ સરચાર્જ 12% થી ઘટાડીને 7% કરવામાં આવ્યો છે.
– નાણામંત્રીએ કહ્યું કે કોરોનાકાળમાં અભ્યાસને ખુબ નુકસાન થયું છે. ‘એક ક્લાસ એક ટીવી ચેનલ’ને 12થી વધારીને 200 ટીવી ચેનલ કરાશે. આ ઉપરાંત ડિજિટલ વિશ્વવિદ્યાલયની સ્થાપના થશે. માનસિક સમસ્યાઓ માટે નેશનલ ટેલીમેન્ટલ હેલ્થ પ્રોગ્રામ શરૂ કરાશે.
– રાજ્ય સરકારોને પ્રોત્સાહિત કરાશે કે તેઓ પોતાના સિલેબસમાં ફાર્મિંગ કોર્સ જોડે. ગંગા કોરિડોરની આજુબાજુ નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપવામાં આવશે.
– ખેડૂતોની આવક વધારવા માટે પીપીપી મોડમાં યોજના શરૂ કરાશે.
– કેન-બેતવા રિવર લિંકિંગ પ્રોજેક્ટ પર કામ શરૂ થશે. કેન-બેતવા રિવર લિંકિંગ માટે 14000 કરોડ રૂપિયાની રકમ નક્કી કરાઈ છે. આ સાથે જ ફળ, શાકભાજીના ખેડૂતો માટે પેકેજ લાવીશું.
ખેડૂતો માટે ખુશખબર! બજેટમાં મોદી સરકારે જગતના તાત માટે કરી આ મોટી જાહેરાતો, જાણો વિગતે
– કૃષિ પર વાત કરતા નાણામંત્રીએ કહ્યું કે ખેડૂતોને MSP માટે 2.7 લાખ કરોડ આપવામાં આવશે. તેલીબિયાની ખેતીને સરકાર પ્રોત્સાહન આપશે. ખેડૂત ડ્રોનને પણ સરકાર પ્રોત્સાહન આપશે.
– આપણે કોરોનાની લહેરમાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણી અર્થવ્યવસ્થા મજબૂત થઈ રહી છે. વિકાસ દર 9.2 ટકા રહેવાનો અંદાજ છે.
– 2022-23 દરમિયાન નેશનલ હાઈવેની લંબાઈ 25,000 કિમી સુધી વધારવામાં આવશે. હાઈવે પર 20 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. આ બજેટમાં 25 વર્ષની બ્લ્યૂ પ્રિન્ટ છે. ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવાનો લક્ષ્ય છે.
– 2022-23થી જ ચિપવાળા ઇ-પાસપોર્ટ અપાશે. તેમણે રેલવે માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવશે.
– આ સાથે જ આગામી ત્રણ વર્ષમાં 100 પીએમ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ તૈયાર કરવામાં આવશે.
– બજેટથી ખેડૂતો અને યુવાઓને ફાયદો થશે, આત્મનિર્ભર ભારતથી 16 લાખ યુવાઓને નોકરી આપવામાં આવશે.
– પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાનથી રોકાણની તકો વધશે. 60 લાખ યુવાઓને રોજગારીની તકો મળશે.
– બજેટમાં નાણામંત્રીએ જાહેરાત કરી છે કે નાણાકીય વર્ષ 2022-23માં LIC નો આઈપીઓ આવશે.
કોવિડ મહામારી વચ્ચે પણ વેસ્ટર્ન રેલવેના અધધ કમાણી, 10 મહિનામાં રેકોર્ડ બ્રેક આવક; જાણો વિગત
– નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતા આશા વ્યકત કરી કે પીએમ ગતિશક્તિ યોજના હેઠળ ભારતના ઈન્ફ્રાને કાયાપલટ કરશે.
– આ સ્કીમ દેશના ઈન્ફ્રાને વર્લ્ડ ક્લાસ બનાવશે. આ યોજના હેઠળ હાઈવે વિસ્તરણ માટેર 20,000 કરોડનો ખર્ચ થશે. સ્કીમમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ હેઠળ 4 લોજિસ્ટિક પાર્ક બનાવાશે. 100 પીએમ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ બનાવવાનો લક્ષ્યાંક છે
– આ સિવાય પહાડી વિસ્તારોમાં રોપવે પર પણ ફોકસ વધારાશે. રોપવે માટે પણ પીપીપી મોડલ અપનાવાશે. FY23માં 25,000 કિલોમીટર હાઈવેનો સરકારનો લક્ષ્યાંક છે.
– વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સમાંથી થતી આવક પર 30 ટકા ટેક્સ લાગશે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે ક્રિપ્ટોકરન્સી પણ તેના કાર્યક્ષેત્રમાં આવશે અને ક્રિપ્ટોકરન્સીમાંથી થતી આવક પર 30 ટકા ટેક્સ લાગશે.
– આરબીઆઈ વર્ષ 2022માં ડિજિટલ કરન્સી લોન્ચ કરશે અને તેના દ્વારા દેશમાં સત્તાવાર રીતે ડિજિટલ કરન્સી લોન્ચ કરવામાં આવશે.