ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022
મંગળવાર.
કોવિડ કાળમાં પણ વેસ્ટર્ન રેલવેએ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે અને ફક્ત 10 મહિનાના સમયગાળામાં લગભગ 1200 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
પશ્ચિમ રેલ્વેના ચીફ પબ્લિક રીલેશન ઓફિસર સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રીલીઝ મુજબ, 1 એપ્રિલ 2021થી 30મી જાન્યુઆરી, 2022ના સમયગાળામાં વેસ્ટર્ન રેલવેએ અધધધ કહેવાય એમ 12,523 કરોડ રૂપિયાની આવક રળી છે, જે ગયા આર્થિક વર્ષની સરખામણીમાં 27% થી વધુ છે.
ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન રેલવેએ 14 ડિસેમ્બર 2021 સુધીમાં 10,000 કરોડ રૂપિયા કમાયા હતા અને 50 દિવસથી પણ ઓછા સમયમાં 12,000 કરોડ રૂપિયા સુધીની આવક રળવાની સિદ્ધિ હાંસલ કરી હતી.
મુંબઈગરાઓ સાવચેત રહેજો, શહેરમાં કોરોનાના નવા દર્દીઓ તો ઘટ્યા પણ મૃત્યુઆંકમાં થયો વધારો; આજે આટલા લોકોએ ગુમાવ્યો જીવ
પહેલી એપ્રિલ, 2021 થી 30મી જાન્યુઆરી, 2022ના સમયગાળા દરમિયાન, પશ્ચિમ રેલ્વેએ તેની 706 પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દ્વારા 2.72 લાખ ટનથી વધુ વજનની વસ્તુઓનું પરિવહન કર્યું છે, જેમાં કૃષિ પેદાશો, દવાઓ, તબીબી સાધનો, માછલી, દૂધ વગેરેનો સમાવેશ થાય છે. આ પરિવહન દ્વારા, આશરે ર96.92 કરોડ રૂપિયાની આવક થઈ છે.
વેસ્ટર્ન રેલવે દ્વારા દ્વારા 153 મિલ્ક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી હતી, જેમાં 1 લાખ ટનથી વધુનો ભાર હતો અને વેગનનો 100% ઉપયોગ હતો. એ જ રીતે, આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે 32,300 ટનથી વધુના ભાર સાથે 161 COVID-19 વિશેષ પાર્સલ ટ્રેનો પણ ચલાવવામાં આવી હતી. આ ઉપરાંત, લગભગ 87,500 ટન વહન કરતા 231 ઇન્ડેન્ટેડ રેક પણ 100% ઉપયોગ સાથે ચલાવવામાં આવ્યા હતા. ખેડૂતોને તેમની પેદાશો માટે નવા બજારો શોધવામાં મદદ કરવા અને તેના આર્થિક અને ઝડપી પરિવહન માટે પણ આ સમયગાળા દરમિયાન વિવિધ વિભાગોમાંથી 43,500 ટનથી વધુ લોડ સાથે 161 કિસાન રેલ ચલાવવામાં આવી હતી.
રેલવેના જણાવ્યા મુજબ પહેલી એપ્રિલ, 2021 થી 30મી જાન્યુઆરી, 2022 સુધીમાં, વેસ્ટર્ન રેલવેએ ગત વર્ષના આ સમયગાળામાં 66.48 મિલિયન ટનની સરખામણીએ માલગાડીઓમાં 72.10 મિલિયન ટન લોડિંગ નોંધ્યું છે, જે લગભગ 9% વધારે છે. આના પરિણામે 8930 કરોડ રૂપિયાથી વધુની કુલ આવક થઈ છે.