News Continuous Bureau | Mumbai
Bullet Train: ભારતે 250 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે સ્વદેશી બુલેટ ટ્રેન બનાવવાનું કામ શરૂ કર્યું દીધુ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ટ્રેન સ્પીડના ( train speed ) સંદર્ભમાં ભારતીય રેલ્વે નેટવર્ક પર હાલમાં ચાલી રહેલી તમામ ટ્રેનોને પાછળ છોડી દેશે. આ બુલેટ ટ્રેન વંદે ભારત પ્લેટફોર્મ પર બનાવવામાં આવી રહી છે, જેની મહત્તમ ઝડપ પહેલાથી જ 220 કિમી પ્રતિ કલાક છે. આ હાઈ-સ્પીડ ટ્રેનની ડિઝાઈન ચેન્નાઈ સ્થિત ભારતીય રેલવેની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી ( ICF )માં તૈયાર કરવામાં આવી રહી છે.
મિડીયાના અહેવાલ મુજબ, સ્વદેશી બુલેટ ટ્રેન બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વૈશ્વિક સ્તરે, 250 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપ ધરાવતી ટ્રેનને હાઇ-સ્પીડ ટ્રેન ગણવામાં આવે છે. જેમાં ફ્રેંચ ટીજીવી અને જાપાનની શિંકનસેનનો ( Shinkansen ) પણ સમાવેશ થશે.
Bullet Train: હાલમાં ભારત બુલેટ ટ્રેન માટે જાપાનીઝ ટેક્નોલોજી પર નિર્ભર છે…
હાલમાં ભારત બુલેટ ટ્રેન માટે જાપાનીઝ ટેક્નોલોજી ( Japanese technology ) પર નિર્ભર છે, જેના દ્વારા અમદાવાદથી મુંબઈ લાઇન પર બુલેટ ટ્રેન દોડશે. આ માટે હાલ યુદ્ધ ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. Shinkansen E5 શ્રેણીની બુલેટ ટ્રેન, જે ભારતના મુંબઈ-અમદાવાદ રૂટ પર ચલાવવાનું આયોજન છે, તે વધુમાં 320 કિમી પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election 2024: મહાયુતિ પ્રચાર દરમિયાન ગજાનન કીર્તિકરની ભાજપ પર ટીકા બાદ હવે ઉત્તર પશ્ચિમ મુંબઈની રેલીઓ થઈ રદ્દ..
આ કામગીરીમાં અત્યાર સુધી પ્રાથમિક ધ્યાન ભારતીય રેલ્વે ટ્રેનોની ( Indian Railway Trains ) સ્પીડ વધારવા પર રાખવામાં આવી રહ્યુ છે. નવી વેરિઅન્ટ વંદે ભારત ટ્રેન હવે 52 સેકન્ડમાં શૂન્યથી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે જઈ શકે છે, જ્યારે હાલની બુલેટ ટ્રેનો 54 સેકન્ડમાં આવું કરે છે.
ભારતમાં બનેલી વંદે ભારત ટ્રેનો ICF ( Integral Coach Factory ) દ્વારા બનાવવામાં આવે છે. ભારતમાં નિર્માણ થનારી બુલેટ ટ્રેન તાજેતરમાં જાહેર કરાયેલા ઉત્તર, દક્ષિણ અને પૂર્વ કોરિડોર પર દોડશે. અધિકારીના જણાવ્યા અનુસાર નવા કોરિડોરમાં ભારતીય ટેક્નોલોજી અને ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગનો વધુ ઉપયોગ કરવામાં આવશે