ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 જુલાઈ 2020
બુલેટ ટ્રેનને આડે અનેક ગતિરોધ આવ્યા છે પરંતુ, પ્રધાનમંત્રીના આ ડ્રીમ પ્રોજેક્ટનું કામ સતત આગળ વધી રહ્યું છે. દેશભરમાં લોકડાઉન હોવા છતાં બુલેટ ટ્રેન માટે જરૂરી એવી 60 ટકા જમીન સંપાદનનું કાર્ય પૂર્ણ થયું છે..
હકીકતમાં કેન્દ્ર સરકારની આ મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન યોજનાના કાર્યમાં મહારાષ્ટ્ર સરકારનો વિરોધ હોવા છતાં આ કાર્ય મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. દેશની સૌપ્રથમ હાઈ સ્પીડ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે આ રૂટની જમીન સંપાદન કરવામાં આવી છે. પરંતુ કોરોના ને પગલે લોકડાઉન ને કારણે મેટ્રો રેલનું કામકાજ વિલંબમાં પડ્યું છે. જે બાદ હવે વર્ષ 2023 સુધીમાં આ કાર્ય પૂર્ણ થશે કે નહીં તે પ્રશ્ન ઊભો થયો છે??
આ અંગે એન.એચ.એસ.આર.સી.એલ એ જણાવ્યું કે અમે બુલેટ ટ્રેન નું કાર્ય ઝડપથી પૂરું કરી રહ્યા છે અને ગુજરાતમાં તેનું અંદાજે 77 ટકા કાર્ય પૂર્ણ થઇ ગયું છે..
બીજીબાજુ મહારાષ્ટ્ર અને ગુજરાતની જોડતી આ ટ્રેન ભારતીય વાતાવરણ અનુરૂપ બનાવવા માટે ખાસ ડિઝાઇન અને મટિરિયલની બાબતે પણ અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. જેથી ગરમી, ધૂળ અને પ્રદૂષણને કારણે તે તૂટી ન જાય. ભારત- જાપાન સાથે મળીને આ બુલેટ ટ્રેનમાં ખાસ કરીને અત્યાધુનિક તકનીકી પરિવર્તન પણ લાવી રહ્યું છે. જેથી ભારતના વાતાવરણને અનુરૂપ તે બની શકે. નોંધનીય છે કે જાપાનમાં બુલેટ ટ્રેન 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર દોડી શકે છે જ્યારે ભારતમાં 50 ડિગ્રી સુધી આ તાપમાન જતું હોય છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com