News Continuous Bureau | Mumbai
C-295 Aircraft: ભારતની હવાઈ શક્તિ ( Indian Air Force ) વધુ વધવા જઇ રહી છે. સ્પેનનું પહેલું C-295 લશ્કરી વિમાન ( first C-295 aircraft ) ટૂંક સમયમાં ભારત (India) માં લેન્ડ થવા જઈ રહ્યું છે. અહેવાલ છે કે ભારતીય વાયુસેનાના વડા વિમાન લેવા માટે સ્પેન ( Spain ) પહોંચી ગયા છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, ભારતે એરબસ ( Airbus ) ડિફેન્સ એન્ડ સ્પેસ સાથે 56 સી-295 એરક્રાફ્ટ માટે કરાર કર્યો હતો, જે એવરો-748 એરક્રાફ્ટનું સ્થાન લેશે.
ખાસ વાત એ છે કે ભારતને સ્પેન પાસેથી 16 C-295 એરક્રાફ્ટ મળશે. જ્યારે બાકીના 40 એરક્રાફ્ટનું ઉત્પાદન ગુજરાતના વડોદરામાં કરવામાં આવશે. એવી શક્યતાઓ છે કે પ્લેન 25 સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ગાઝિયાબાદના હિંડન એરબેઝ (Hindan Air Bez) પર લેન્ડ થઈ શકે છે. ભારતે આ ડીલ 21 હજાર કરોડ રૂપિયામાં કરી હતી. કરાર હેઠળ 4 વર્ષમાં 16 એરક્રાફ્ટની ડિલિવરી થવાની છે.
અધિકારીઓએ માહિતી આપી છે કે મે 2024 સુધીમાં ભારતને બીજું C-295 એરક્રાફ્ટ મળશે. તે જ સમયે, ઓગસ્ટ 2025 સુધીમાં તમામ 16 એરક્રાફ્ટ ભારતીય વાયુસેના (Indian Air Force) ને આપવામાં આવશે. અહીં, પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ (Aircraft), જેનું ભારતમાં ઉત્પાદન થવા જઈ રહ્યું છે, તે સપ્ટેમ્બર 2026 સુધીમાં અને અન્ય 39 વિમાન ઓગસ્ટ 2031 સુધીમાં પહોંચાડવાની અપેક્ષા છે.
ખાનગી કંપની દ્વારા ભારત (India) માં મિલિટરી એરક્રાફ્ટનું નિર્માણ
પીએમ મોદીએ ગયા વર્ષે 30 ઓક્ટોબરે કન્સ્ટ્રક્શન પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. અહીં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ અને એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ S.A C-295 એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે. રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર, ‘આ પોતાના પ્રકારનો પહેલો પ્રોજેક્ટ છે જેમાં ખાનગી કંપની દ્વારા ભારતમાં મિલિટરી એરક્રાફ્ટનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 21,935 કરોડ રૂપિયા છે. આ વિમાનનો ઉપયોગ નાગરિક હેતુઓ માટે પણ થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Parliament Special Session: સંસદના વિશેષ સત્ર પહેલા સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક, આ મુદ્દે થઇ શકે છે ચર્ચા..
વિમાનની વિશેષતાઓ
સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે 5-10 ટનની ક્ષમતા ધરાવતું આ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ઘણી પરિસ્થિતિઓમાં અલગ-અલગ મિશન કરી શકે છે. તેમાં 11 કલાક સુધી ઉડવાની સાથે સાથે ઓછી ઉંચાઈ પર ટેક ઓફ અને લેન્ડિંગની સુવિધા છે. ખાસ વાત એ છે કે તે રણથી લઈને દરિયાઈ વાતાવરણમાં નિયમિત રીતે દિવસ અને રાત્રિના લડાઈ કામગીરી કરી શકે છે.
C-295 9 પેલોડ અથવા 71 સૈનિકો અથવા 45 પેરાટ્રૂપર્સને લઈ જવા માટે સક્ષમ છે. ઉપરાંત, તે મહત્તમ 480 કિમી પ્રતિ કલાકની ઝડપે મિશન કરી શકે છે.
સરકારે માહિતી આપી હતી કે તમામ 56 એરક્રાફ્ટ ભારતીય DPSU – ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા વિકસિત સ્વદેશી ઈલેક્ટ્રોનિક વૉરફેર સ્યુટથી સજ્જ હશે. ભારતીય વાયુસેનાને 56 એરક્રાફ્ટની ડિલિવરી પૂરી થયા પછી, એરબસ ડિફેન્સ અને સ્પેસને ભારતમાં ઉત્પાદિત એરક્રાફ્ટને સિવિલ ઓપરેટર્સને વેચવાની અને ભારત સરકાર દ્વારા માન્ય દેશોમાં નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : I Khedut Portal : બાગાયતી ખેતીની વિવિધ યોજનાઓ માટે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું, ખેડૂત મિત્રો આ તારીખ સુધી કરી શકશે અરજી..