ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જાન્યુઆરી 2022
બુધવાર.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં આજે ઘણા મહત્વના નિર્ણયોને મંજૂરી આપવામાં આવી છે.
કેબિનેટે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના કાર્યકાળને 31-3-2022થી આગામી 3 વર્ષ સુધી વધારવાની મંજૂરી આપી છે.
આ સાથે જ કેબિનેટે રિન્યુએબલ એનર્જી સેક્ટરના વિકાસ માટે IREDAને 1,500 કરોડ રૂપિયાના મૂડીરોકાણને મંજૂરી આપી છે.
આ સિવાય સ્પેસિફાઈડ લોન ખાતામાં ઉધાર લેનારાઓને છ મહિના માટે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેના તફાવતની એક્સ-ગ્રેશિયા ચુકવણી માટેની યોજનાને મંજૂરી આપી છે..
કેબિનેટની બેઠકના પરિણામોની જાણકારી કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે આપી છે.
