News Continuous Bureau | Mumbai
Indian Railways: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય ( Central Cabinet ) સમિતિએ રેલવે મંત્રાલયની આઠ (8) પરિયોજનાઓને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 24,657 કરોડ (અંદાજે) છે.
નવી લાઇનની ( Railway line ) દરખાસ્તો સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે અને ગતિશીલતામાં સુધારો કરશે, જે ભારતીય રેલવે માટે કાર્યક્ષમતા અને સેવાની વિશ્વસનીયતામાં વધારો કરશે. આ વિવિધ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં ( Narendra Modi ) નવા ભારતનાં વિઝનને અનુરૂપ છે, જે આ વિસ્તારનાં લોકોને રોજગારી/સ્વરોજગારીની તકોમાં વધારો કરવા માટે વિસ્તૃત વિકાસનાં માધ્યમથી ‘આત્મનિર્ભર’ બનાવશે.
આ પ્રોજેક્ટ્સ ( Railway Projects ) મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી માટે પીએમ-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનનું પરિણામ છે, જે સંકલિત આયોજન મારફતે શક્ય બન્યું છે અને લોકો, ચીજવસ્તુઓ અને સેવાઓની અવરજવર માટે સાતત્યપૂર્ણ કનેક્ટિવિટી પ્રદાન કરશે.
સાત રાજ્યો એટલે કે ઓડિશા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઝારખંડ, બિહાર, તેલંગાણા અને પશ્ચિમ બંગાળનાં 14 જિલ્લાઓને આવરી લેતી 8 (આઠ) યોજનાઓથી ભારતીય રેલવેનાં હાલનાં નેટવર્કમાં 900 કિલોમીટરનો વધારો થશે.
આ યોજનાઓ સાથે 64 નવા સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવશે, જે છ (6) મહત્વાકાંક્ષી જિલ્લાઓ (પૂર્વ સિંઘબુમ, ભદાદ્રી કોઠાગુડેમ, મલ્કાનગિરી, કાલાહાંડી, નબરંગપુર, રાયગડા), અંદાજે 510 ગામડાઓ અને આશરે 40 લાખની વસતિને કનેક્ટિવિટીમાં વધારો કરશે.
યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ અજંતા ગુફાઓને ( Ajanta Caves ) ભારતીય રેલવે નેટવર્ક સાથે જોડવામાં આવશે, જેથી મોટી સંખ્યામાં પ્રવાસીઓને સુવિધા મળશે.
આ સમાચાર પણ વાંચો: Viral video: એક જ મંચ પર જોવા મળ્યા અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન અને સલમાન ખાન, બોલિવૂડ સુપરસ્ટાર્સ નો જૂનો વિડીયો જોઈ તમે પણ ઝૂમી ઉઠશો
કૃષિ પેદાશો, ખાતર, કોલસો, લોખંડની કાચી ધાતુ, સ્ટીલ, સિમેન્ટ, બોક્સાઇટ, ચૂનાના પત્થરો, એલ્યુમિનિયમ પાવડર, ગ્રેનાઇટ, બેલાસ્ટ, કન્ટેનર વગેરે જેવી ચીજવસ્તુઓના પરિવહન માટે આ આવશ્યક માર્ગો છે. ક્ષમતા વધારવાનાં કાર્યોને પરિણામે 143 એમટીપીએ (મિલિયન ટન પ્રતિ વર્ષ) ની તીવ્રતાનો વધારાનો નૂર પરિવહન થશે. રેલવે પર્યાવરણને અનુકૂળ અને પરિવહનનું ઊર્જાદક્ષ માધ્યમ છે, જે આબોહવાનાં લક્ષ્યાંકો હાંસલ કરવામાં અને દેશનાં લોજિસ્ટિક્સ ખર્ચને લઘુતમ કરવામાં, ઓઇલની આયાત (32.20 કરોડ લિટર) ઘટાડવામાં અને કાર્બન ડાયોકસાઇડનાં ઉત્સર્જનમાં ઘટાડો (0.87 મિલિયન ટન) એમ બંનેમાં મદદ કરશે, જે 3.5 કરોડ વૃક્ષોનાં વાવેતરને સમકક્ષ છે.
ક્રમ | નવી રેલવે લાઈનનો માર્ગ | લાઈનની લંબાઇ
(કિ.મી.) |
આવરી લેવાયેલા જિલ્લાઓ | રાજ્યો |
1 | ગુનુપુર-તેરુબાલી (નવી લાઇન) | 73.62 | રાયગાડા | ઓડિશા |
2 | જૂનાગઢ-નબરંગપુર | 116.21 | કાલાહાંડી અને નબરંગપુર | ઓડિશા |
3 | બદામપહર – કાંદુઝારગઢ | 82.06 | કેઓન્ઝાર અને મયુરભાંજ | ઓડિશા |
4 | બાંગ્રીપોસી – ગોરુમાહિસાની | 85.60 | મયુરભાંજ | ઓડિશા |
5 | મલ્કાનગિરી – પાંડુરંગાપુરમ (વાયા ભદ્રચલમ) | 173.61 | મલ્કાનગિરી, પૂર્વ ગોદાવરી અને ભદ્રદ્રીકોથેમ | ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગાણા |
6 | બુરમારા – ચાકુલિયા | 59.96 | પૂર્વ સિંહભૂમ, ઝારગ્રામ અને અંબુ; મયુરભાંજ | ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા |
7 | – જાલના – જલગાંવ | 174 | ઔરંગાબાદ | મહારાષ્ટ્ર |
8 | બિક્રમશિલા – કટારેઆ | 26.23 | ભાગલપુર | બિહાર |
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો: MoFPI : MoFPI મલ્ટિપ્રોડક્ટ ફૂડ ઇરેડિયેશન એકમોની સ્થાપના માટે EOI/ દરખાસ્તોને કરી આમંત્રિત, આ તારીખ સુધી કરી શકશે દરખાસ્તો સબમિટ.