ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 નવેમ્બર 2021
ગુરુવાર.
કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જે હેઠળ દેશમાં સાંસદ સ્થાનીય વિકાસ ભંડોળ (એમપી લેન્ડ ફંડ)ને ફરી મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય સૂચના પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે તેની માહિતી આપતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. તે મુજબ દેશમાં કોરોનાની પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. તેને ધ્યાનમાં રાખીને હવે એમપી લેન્ડ ફંડને ફરી મંજૂરી આપવામાં આવી છે, તેથી આ ફંડથી સ્થાનિક સ્તરે ફરી વિકાસ કાર્ય શરૂ કરી શકાશે. સાંસદ વિકાસ ભંડોળને 2025-26 સુધી મંજૂરી આપવામાં આવી છે. તેની પાછળ લગભગ 17,417 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે.
આ સિવાય શેરડીથી પ્રાપ્ત થનારા અને પેટ્રોલમાં મિક્સ કરવામાં આવતા ઈથેનોલની કિંમતમાં 1.47 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામા આવી છે.