News Continuous Bureau | Mumbai
વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન ગૂગલ(Search engine google)ની ડિજિટલ બજારમાં મજબૂત સ્થિતિ છે. જેનાથી કોઈ અજાણ નથી કારણ કે આજના ટેકનોલોજી(Technology world)ના યુગમાં માણસને ડગલે ને પગલે ગૂગલની જરૂર પડે છે. દરમિયાન કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા(CCI)એ સર્ચ એન્જિન ગૂગલ સામે લાલ આંખ કરી છે. કમિશને ગૂગલને 1 હજાર 337 કરોડ રૂપિયાનો દંડ (Fine) ફટકાર્યો છે. ગૂગલ પર બજારમાં તેની સ્થિતિનો દુરુપયોગ કરવાનો આરોપ છે. ગૂગલ પર એન્ડ્રોઇડ મોબાઇલ ડિવાઇસ ઇકોસિસ્ટમ(Eco system) માં તેની સ્થિતિનો દુરુપયોગ કરવાનો આરોપ છે. તેના પરથી આ કાર્યવાહી કરવામાં આવી છે. વધુમાં, કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ ગૂગલને તેની ગેરવર્તણૂક સુધારવાની સલાહ આપી છે.
કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ કહ્યું કે ગૂગલે નોન-ઓએસ વેબ-સ્પેસિફિક વેબ બ્રાઉઝર માર્કેટ(Non-OS web-specific web browser market)માં તેનું વર્ચસ્વ વધારવા માટે એપ સ્ટોર માર્કેટમાં તેની પ્રબળ સ્થિતિનો દુરુપયોગ કર્યો છે. આ જ કારણસર ગૂગલ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. હવે ગૂગલને મર્યાદિત સમય ફાળવવામાં આવ્યો છે. આ દરમિયાન તેમને ભૂલ સુધારવાની તક આપવામાં આવી છે. એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગૂગલ દ્વારા 1 હજાર 337.76 કરોડ રૂપિયાનો નાણાકીય દંડ પણ વસૂલવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઇ મેટ્રોમાં પગ મુકવાની પણ જગ્યા નહોતી- તેમ છતાં આ યુવાને પોતાના માટે અલગ જ અંદાજમાં બનાવી જગ્યા- તમે પણ જુઓ કઈ રીતે કર્યો જુગાડુ
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગૂગલ સામે તપાસના આદેશ જારી કરવામાં આવ્યા હતા. આ જ મહિનામાં ગૂગલ વિરુદ્ધ તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ 8 ઓક્ટોબરના તેના આદેશમાં તપાસ રિપોર્ટ સબમિટ કરવા માટે નિર્દેશો આપ્યા હતા. આ રિપોર્ટ પોલીસ મહાનિર્દેશકને આપવામાં આવશે.