ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 10 ડિસેમ્બર 2021
શુક્રવાર.
ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
CDS બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતના અંતિમ સંસ્કાર આજે લગભગ 4 વાગ્યે બેરાર સ્ક્વેર ખાતે થવાના છે.
આર્મી ચીફ જનરલ એમએમ નરવણે, એર ચીફ માર્શલ વીઆર ચૌધરી અને નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારે સીડીએસ બિપિન રાવત અને તેમના પત્નીને શ્રદ્ધાંજલિ આપી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એક દિવસ અગાઉ પાલમ એરબેઝ પર CDS, તેમની પત્ની અને 11 જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ અઠવાડિયે, તમિલનાડુના નીલગીરી જિલ્લામાં કુન્નુરમાં સેનાના હેલિકોપ્ટર દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા હતા. આમાં સીડીએસ ઉપરાંત તેમની પત્ની અને 11 જવાન સામેલ છે.
અકસ્માતમાં એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની સેનાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.