ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 નવેમ્બર 2021
સોમવાર.
કેન્દ્ર સરકારે મહેસુલ વધારવા માટે આર્થિક વર્ષ 2021-22 માં ટેક્સ કલેકશનમાં 9.5 ટકાનો વધારો પ્રસ્તાવિત રાખ્યો છે. તેથી ચાલુ વર્ષમા ટેક્સ કલેક્શન 22.2 લાખ કરોડ રૂપિયાનું અંદાજો છે. ઉલ્લેખનીય છે કે ગયા આર્થિક વર્ષમાં આ રકમ 20.2 લાખ કરોડ રૂપિયા હતી.
દેશ ધીમે ધીમે કોરોના મહામારીમાંથી બહાર આવી રહ્યો છે. આર્થિક રીતે પણ દેશની પરિસ્થિતિમાં સુધારો થયો છે. ઓક્ટોબર અંત સુધીમાં 6 લાખ કરોડ રૂપિયાનું નેટ ડાયરેક્ટ ટેક્સનું કલેક્શન થયું હતું. તો સરેરાશ માસિક જીએસટી 1.15 લાખ કરોડ રૂપિયા પર પહોંયી ગયું હોવાનું રેવન્યુ સેક્રેટરી તરુણ બજાજે કહ્યું હતું.
તરુણ બજારના કહેવા મુજબ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી માં રાહત આપવાથી તેમ એડીબલ ઓઈલમાં કસ્ટમ ડયુટીમાં રાહત આપવાથી તિજોરીને 80,000 કરોડ રૂપિયાની અસર થવાની છે. ત્યારે બજેટમાં એસ્ટીમેટ કર્યા મુજબનું ટેક્સ કલેકશન થયું છે કે નહીં તેની ડિસેમ્બરથી ગણતરી ચાલુ કરવાની છે.
રીફન્ડ આપ્યા બાદ પણ ઓક્ટોબર અંત સુધીમાં ડાયરેક્ટ ટેક્સનું કલેક્શન 6 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, તેને તરુણ બજાજે દેશની આર્થિક પરિસ્થિતિ માટે સારો સંકેત ગણાવ્યો હતો. ઇનડાયરેક્ટ ટેક્સ જેવા કે પેટ્રોલ, ડીઝલ અને એડીબલ ઓઇલ પરના ટેક્સ માં આપવામાં આવેલી રાહત છતાં આગામી દિવસોમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સમા વધારો થાય એવા સરકાર પ્રયાસ કરવાની હોવાનું પણ તેમણે કહ્યું હતું.
ડાયરેક્ટર ટેક્સ થકી 11 લાખ કરોડ મહેસુલ અપેક્ષિત છે, જેમાં 5.47 લાખ કરોડ કોર્પોરેટ ટેક્સ અને 5.61 લાખ કરોડ ઈન્કમ ટેક્સનો સમાવેશ થાય છે. ગુડ્સ સર્વિસ ટેક્સ(જીએસટી) થકી પણ અત્યાર સુધી સારી એવી આવક થઈ છે. ઓક્ટોબર સુધી 1.30 લાખ કરોડની રકમ ક્રોસ થઈ ગઈ છે.