Site icon

‘ઓક્સિજનના અભાવથી કોઈનું મોત નથી થયું’ તેમ કહેનાર કેન્દ્રએ હવે રાજ્યો પાસેથી માંગ્યા મોતના આંકડા.. જાણો શું છે સરકારનો પ્લાન

ઓક્સિજનના અભાવથી કોઈના મોત થયા નથી તેવું સંસદમાં કહેનાર કેન્દ્ર સરકારે હવે રાજ્યો પાસેથી ઓક્સિજનની અછતથી મરનાર લોકોના આંકડા માંગ્યા છે.

પ્રાપ્ત જાણકારી મુજબ કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી કોરોનોની બીજી લહેર દરમિયાન ઓક્સિજનના અભાવથી કેટલા લોકોના મોત થયા છે તે અંગેના સાચા ડેટા માંગ્યા છે. 

Join Our WhatsApp Community

કહેવામાં આવી રહ્યું છે કે આ આંકડા ચોમાસું સત્ર 13 ઓગસ્ટના રોજ પૂરા થતાં પહેલાં સરકાર સંસદના ટેબલ પર મૂકવામાં આવશે. 

નોંધપાત્ર વાત એ છે કે, આ વર્ષની શરૂઆતમાં, કોરોના ચેપના કેસમાં મોટા પ્રમાણમાં વધારો થવાને કારણે, દેશની આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે ખરડાયેલી જોવા મળી હતી. 

દેશભરની હોસ્પિટલોમાં બેડ, દવાઓ અને રસીની સાથે ઓક્સિજનના અભાવથી પરિસ્થિતિ વધુ વણસી હતી અને દેશના અનેક રાજ્યોમાં ઓક્સિજનના અભાવને કારણે ઘણા કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.

મમતા બેનરજી મુખ્યમંત્રી બન્યા પછી પીએમ મોદીને પહેલી વખત મળ્યા, લગભગ 40 મિનિટ સુધી ચાલી બેઠક ; આ મુદ્દા પર થઈ ચર્ચા 

Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Western Railway Holi Special Train 2026: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી અને હરિદ્વાર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન
Himachal Pradesh: શું તમે હિમાચલ જવાનો પ્લાન કરી રહ્યા છો? ૧ એપ્રિલ પહેલા જાણી લેજો ટેક્સના નવા નિયમો, નહીંતર બગડશે તમારું બજેટ.
UGC Alert: UGC નો મોટો ધડાકો: દેશની ૩૨ યુનિવર્સિટીઓ નીકળી નકલી, એડમિશન લેતા પહેલા આ લિસ્ટ ચોક્કસ ચેક કરી લેજો.
Exit mobile version