દેશભરમાં કોરોના ની બીજી લહેરે કાળો કેર વર્તાવ્યો છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે કોરોના વધુ ઘાતક પુરવાર થઇ રહ્યો છે. માટે જ હવે દેશભરમાં શરૂ થતા તહેવારો માટે કેન્દ્ર સરકારે નવી ગાઇડલાઇન બહાર પાડી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોના મુખ્ય સચિવને પત્ર દ્વારા જાગૃત રહેવાનું સૂચન કર્યું છે.

આ guideline હેઠળ બધા રાજ્યોએ ,હોળી,શબ -એ -બારાત,બૈશાખી તેમજ ઈદ-ઉલ-ફિત્ર જેવા તહેવારોને ધ્યાનમાં રાખી ભીડ સામે કડક કાર્યવાહી કરવાની સુચના આપી છે.તેમજ સ્થાનિક લોકોએ કોરોનાની માર્ગદર્શિકાનું યોગ્ય રીતે પાલન કરવું ફરજિયાત છે. દરેક રાજ્યોને કોરોનાની તપાસની પ્રક્રિયા ઝડપી બનાવવાનું પણ જણાવાયુ છે. તદુપરાંત કોરોના સંક્રમિતો ને અલગ કરી તુરંત સારવાર આપવી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દરેક જિલ્લા અધિકારીઓને જાહેર સ્થળો, કચેરીઓ, બજારો અને ગીચ વિસ્તારોમાં નિયમોનું કડક પાલન કરવાનો આદેશ આપ્યો છે, અને જો એ નિયમોનું પાલન ન થાય તો lockdown કરવાનો નિર્દેશ કર્યો છે.
જો કે કેન્દ્ર સરકારની આ ગાઈડલાઈન અનુસરણ રાજ્ય સરકારે કરવાનું રહેશે.એ guideline નું પાલન કરવું એ દરેક રાજ્યની જવાબદારી છે.જો કે મહારાષ્ટ્રમાં આ guideline નું પાલન વ્યવસ્થિત રીતે થતું જોવાય છે મહારાષ્ટ્ર સરકારે નાઈટ કર્ફ્યું લગાવી દીધો, અને lockdown ની ચર્ચા પણ ચાલી રહી છે. તેમજ હોળીનો તહેવાર ઉજવવા માટે પણ પ્રતિબંધ લગાવી દીધો છે.