Site icon News Continuous Bureau | Mumbai

Chandigarh mayor elections: ચંદીગઢ મેયરની ચૂંટણી મુદ્દે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, અધિકારીઓનો લીધો ઉધડો, કહ્યું- આ ‘લોકશાહીની હત્યા છે’ આપ્યા આ આદેશ..

Chandigarh mayor elections: ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળ ત્રણ ન્યાયાધીશોએ કેસની સુનાવણી કરી. ચીફ જસ્ટિસે પ્રેસિડિંગ ઑફિસનો વીડિયો પણ જોયો જેમાં તેઓ કથિત રીતે મત રદ કરી રહ્યાં છે. CJIએ કહ્યું કે આ લોકશાહીની મજાક છે. જે બન્યું તેનાથી અમે ચોંકી ગયા છીએ. CJIએ કહ્યું કે અમે લોકશાહીની આ રીતે હત્યાની મંજૂરી આપી શકીએ નહીં. CJIએ ચૂંટણીનો સંપૂર્ણ વીડિયો રજૂ કરવા કહ્યું છે અને નોટિસ પણ જારી કરી છે.

Chandigarh mayor elections Murder of democracy in Chandigarh Mayor polls; Returning Officer should be prosecuted - Supreme Court

Chandigarh mayor elections Murder of democracy in Chandigarh Mayor polls; Returning Officer should be prosecuted - Supreme Court

News Continuous Bureau | Mumbai

Chandigarh mayor elections: ચંદીગઢ મેયરની ચૂંટણીમાં રિટર્નિંગ ઓફિસર ( Returning Officer )  દ્વારા છેડછાડના આરોપો સામે આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ મામલે આજે (5 ફેબ્રુઆરી) સુનાવણી હાથ ધરાઈ હતી. ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ગોટાળાના આરોપો પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. 

Join Our WhatsApp Channel

આ લોકશાહીની હત્યા છે – CJI

મેયર ચૂંટણીનો વીડિયો જોયા બાદ બેન્ચની અધ્યક્ષતા કરી રહેલા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે ( DY Chandrachud ) કહ્યું, ‘શું ચૂંટણી આ રીતે થાય છે? આ લોકશાહીની ( democracy ) મજાક છે. આ લોકશાહીની હત્યા છે. અમને નવાઈ લાગી. આ વ્યક્તિ સામે કેસ દાખલ થવો જોઈએ. શું ચૂંટણી અધિકારી આવું વર્તન કરી શકે? આ સાથે કોર્ટે આદેશ આપ્યો છે કે બેલેટ પેપર સહિત ચૂંટણી સંબંધિત તમામ બાબતોને સુરક્ષિત રાખવામાં આવે.’

ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠક આગામી સુનાવણી સુધી સ્થગિત

સાથે જ સુપ્રીમ કોર્ટે ( Supreme Court ) પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી સહિત તમામ બાબતોને સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો હતો. એટલું જ નહીં, કોર્ટે ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠક પણ આગામી સુનાવણી સુધી સ્થગિત કરી દીધી છે. મહત્વનું છે કે આમ આદમી પાર્ટીના ( Aam Aadmi Party ) ઉમેદવાર કુલદીપ કુમારને ચૂંટણીમાં પરાજિત જાહેર કરવામાં આવ્યા હતા અને તેમણે પરિણામને ખોટું ગણાવ્યું હતું અને આક્ષેપ કર્યો હતો કે અમારા કાઉન્સિલરોના મતો સાથે છેડછાડ કરવામાં આવી છે. તેમણે ચૂંટણી પરિણામોને પડકારતા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમણે કોર્ટ પાસે માંગ કરી હતી કે ભાજપના ઉમેદવાર મનોજ સોનકરની જીત પર સ્ટે લાદવામાં આવે.

આ સમાચાર પણ વાંચો :  Fifa World Cup : ન્યુ જર્સીમાં યોજાશે 2026 FIFA વર્લ્ડ કપની ફાઇનલ, કુલ આટલા શહેરો કરશે ટુર્નામેન્ટની યજમાની…

આમ આદમી પાર્ટીના કુલદીપ કુમાર 12 મતોથી પરાજય

જણાવી દઈએ કે આ ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોના 8 મત અમાન્ય જાહેર થયા હતા. અગાઉ ચૂંટણીમાં AAP અને કોંગ્રેસ ગઠબંધને દાવો કર્યો હતો કે તેમની પાસે 20 મત છે અને તેઓ જીતશે. મતદાન બાદ પરિણામ આવ્યા ત્યારે 8 મત અમાન્ય જાહેર થયા હતા અને ભાજપના ( BJP ) ઉમેદવાર 16 મતથી વિજયી જાહેર થયા હતા. આમ આદમી પાર્ટીના કુલદીપ કુમારને 12 મતોથી પરાજય જાહેર કરવામાં આવ્યા હતા. આ પરિણામ પછી કુલદીપ કુમાર રડવા લાગ્યા. એટલું જ નહીં, આમ આદમી પાર્ટીએ ગત સપ્તાહે દિલ્હીમાં પ્રદર્શન પણ કર્યું હતું. આમ આદમી પાર્ટીએ આ મામલે ભાજપ સરકાર પર અપ્રમાણિકતાનો આરોપ લગાવ્યો હતો.

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Share Market Crash।શેરબજારમાં બ્લેક ડે! મિડલ ઈસ્ટની જંગની અસરે સેન્સેક્સ ૭૦૦ પોઈન્ટ તૂટ્યો; રોકાણકારોના અબજો રૂપિયા ધોવાયા
Gold Price Today। વૈશ્વિક કટોકટી વચ્ચે સોનુંચાંદી સસ્તા થયા, અનાજ અને ક્રૂડ ઓઈલના ભડકા વચ્ચે રાહત
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Exit mobile version