News Continuous Bureau | Mumbai
Chandrayaan-3 : ચંદ્ર(Moon)ના દક્ષિણ ધ્રુવ(South pole) પર ચંદ્રયાન-3(Chandrayaan-3)ના સફળ ઉતરાણ બાદથી લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન (Lander vikram) સતત તસવીરો જાહેર કરી રહ્યા છે. આ દરમિયાન વધુ એક નવી તસવીર સામે આવી છે. જે ડ્યુઅલ-ફ્રિકવન્સી સિન્થેટિક એપર્ચર રડાર(DFSAR) માંથી લેવામાં આવી છે.
ISROએ X પર તસવીર જાહેર કરી
ચંદ્રયાન-3નું લેન્ડર અંધારામાં કેવું દેખાય છે ? આ જાણવા માટે ચંદ્રયાન-2નું ( Chandrayaan 2 ) ઓર્બિટર (Orbiter) તેની ઉપરથી પસાર થયું હતું. ઓર્બિટર માં લગાવવામાં આવેલા ખાસ કેમેરાએ રાતના અંધારામાં ચંદ્રયાન-3 લેન્ડરની તસવીર ખેંચી હતી. ગત 6 સપ્ટેમ્બરે લીધેલી આ તસવીરમાં ચંદ્રની સપાટી બ્લુ, ગ્રીન અને ડાર્ક બ્લેક દેખાય છે. આની વચ્ચે વિક્રમ લેન્ડર પીળા પ્રકાશ સાથે પીળા વર્તુળમાં દેખાય છે. અહીં ત્રણ ચિત્રો છે. ડાબી બાજુનો પ્રથમ વર્ટિકલ ફોટો એ વિસ્તાર દર્શાવે છે જ્યાં લેન્ડર પીળા ચોરસ બૉક્સમાં ઉતર્યું હતું. તો જમણી બાજુનો ઉપરનો ફોટો 6 સપ્ટેમ્બરનો ફોટો છે, જેમાં ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ગોળ પીળા વર્તુળમાં પીળા પ્રકાશમાં દેખાય છે. નીચે 2 જૂન, 2023નો ફોટો છે, જ્યારે લેન્ડર ત્યાં ઉતર્યું ના હતું.
Chandrayaan-3 Mission:
Here is an image of the Chandrayaan-3 Lander taken by the Dual-frequency Synthetic Aperture Radar (DFSAR) instrument onboard the Chandrayaan-2 Orbiter on September 6, 2023.More about the instrument: https://t.co/TrQU5V6NOq pic.twitter.com/ofMjCYQeso
— ISRO (@isro) September 9, 2023
ખરેખર, સિન્થેટીક એપરચર રડાર એ ગ્રહોની સપાટીઓ અને સપાટીને ભેદવાની રડાર સિગ્નલની ક્ષમતાને કારણે ગ્રહોની સપાટીનો અભ્યાસ કરવા માટેનું એક શક્તિશાળી રિમોટ સેન્સિંગ સાધન છે. તે સપાટીની સામગ્રી અને બંધારણ માટે પણ સંવેદનશીલ છે. તે સપાટી પર વેરવિખેર સામગ્રી પણ મેળવે છે. રડાર હોવાને કારણે તે સૂર્યપ્રકાશ વિના પણ તસવીરો લઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : G20 Summit : ભારતને મળી મોટી સફળતા, ‘ન્યૂ દિલ્હી ડેક્લેરેશન’ તમામ દેશોએ આપી સંમતિ, જાણો PM મોદીએ કોને આપ્યો શ્રેય..
ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ 23 ઓગસ્ટે થયું હતું.
નોંધનીય છે કે ચંદ્રયાન-3 મિશન 14 જુલાઈએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછી, ઘણી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી, ચંદ્રયાન-3 એ 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું. તમને જણાવી દઈએ કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો ભારત પહેલો દેશ છે. જો કે આ પહેલા અમેરિકા, ચીન, રશિયા ચંદ્રના જુદા જુદા ભાગો પર સફળ ઉતરાણ કરી ચૂક્યા છે.