Site icon News Continuous Bureau | Mumbai

Chhattisgarh: વધુ પડતો મોબાઈલ વાપરવા બદલ માતા-પિતાએ ઠપકો આપ્યો, તો ગુસ્સે થયેલ પુત્રીએ ભર્યુ આ પગલુ.., જુઓ. VIDEO

Chhattisgarh: મંગળવારે બસ્તરના ચિત્રકોટ વોટરફોલમાં એક છોકરીએ છલાંગ લગાવી હતી. જોકે, સ્થળ પર તૈનાત લોકોએ તેને બચાવી લીધી હતી. વાતચીતમાં જાણવા મળ્યું હતું કે યુવતીના પરિવારજનોએ તેને મોબાઈલનો ઉપયોગ કરવા બાબતે ઠપકો આપ્યો હતો, જેના કારણે ગુસ્સે થઈને તેણે આ પગલું ભર્યું હતું.

Chhattisgarh: Parents Scolded For Using mobile, then angry daughter jumps into 'mini Niagara', watch. VIDEO

Chhattisgarh: Parents Scolded For Using mobile, then angry daughter jumps into 'mini Niagara', watch. VIDEO

News Continuous Bureau | Mumbai

Chhattisgarh: છત્તીસગઢ (Chattisgarh) માં ચિત્રકોટ વોટરફોલ (Chitrakoot Waterfall) પાસે એક ચોંકાવનારી ઘટના બની છે, જેને ‘મિની નાયગ્રા’ (Mini Niagara) પણ કહેવામાં આવે છે. અહીં એક યુવતીએ કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સમયસર તેને બચાવી લેવામાં આવી હતી. આ ઘટના પાછળ જે કારણ બહાર આવ્યું તેણે બધાને ચોંકાવી દીધા. એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ASP) નવોદિતા પાલે જણાવ્યું કે 21 વર્ષની યુવતીનું નામ સરસ્વતી મૌર્ય છે. તે પોતાનો મોટાભાગનો સમય મોબાઈલ પર પસાર કરતી હતી. તેની આ આદતથી પરિવારના સભ્યો પરેશાન હતા. તેથી ઘરના સભ્યોએ સરસ્વતીને ઠપકો આપ્યો હતો. પોલીસે જણાવ્યું કે પિતા સંતો મૌર્યએ સરસ્વતી મૌર્યને મંગળવારે બપોરે લગભગ 1 વાગે મોબાઈલ ખૂબ વાપરવા બદલ ઠપકો આપ્યો હતો. આનાથી ગુસ્સે થઈને સરસ્વતી ચિત્રકોટ ધોધ પર પહોંચી ગઈ હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Uttar Pradesh: સીમાની જેમ ‘જુલી’ પણ સરહદ પારથી આવી, હિન્દુ તરીકે પરણી, પતિને સાથે લઈ ગઈ; ને હવે… જાણો શું છે આખો મુદ્દો..

પોલીસે જણાવ્યું(Chitrakoot policE) કે જ્યારે ધોધ જોવા આવેલા લોકોને ખબર પડી કે તે આત્મહત્યા કરવા જઈ રહી છે. તો તેઓએ તેને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો. પરંતુ સરસ્વતીએ કોઈની વાત ન માની અને ધોધમાં કૂદી પડી. જોકે, તેને ટૂંક સમયમાં તેની ભૂલનો અહેસાસ થયો. આ પછી, સરસ્વતીએ પોતાને ડૂબવાથી બચાવવા માટે સ્વિમિંગ કરીને બહાર આવવાનો પ્રયાસ શરૂ કર્યો. 

 

યુવતી ચિત્રકૂટની એક હોટલમાં કામ કરે છે

ચિત્રકોટ ચોકીના પ્રભારી તમેશ્વર ચૌહાણે જણાવ્યું કે ધોધ પાસે સુરક્ષા માટે તૈનાત ગ્રામવાસીઓ હોડી લઈને સરસ્વતી પાસે પહોંચ્યા અને તેને બચાવી લીધી. પોલીસના જણાવ્યા અનુસાર સરસ્વતી મૌર્ય ચિત્રકોટ ગામની રહેવાસી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુવતી ચિત્રકૂટની એક હોટલમાં કામ કરે છે. ગત વર્ષે પણ ચિત્રકોટ ધોધમાં એક યુવતીએ છલાંગ લગાવી હતી. મળતી માહિતી મુજબ, વરસાદને કારણે ઈન્દ્રાવતી નદીનું જળસ્તર ઘણું વધી ગયું છે, જેના કારણે ચિત્રકોટ ધોધમાં પણ ઘણું પાણી છે. આ ધોધની ઊંચાઈ 90 ફૂટ છે. સુરક્ષા વ્યવસ્થાના અભાવે અહીં આવા અકસ્માતો બની રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: SBI YONO: હવે SBIમાં બિન ખાતાધારકો પણ SBI YONO દ્વારા UPI પેમેન્ટ કરી શકશે, જાણો શું છે પ્રક્રિયા..

India Russia Oil Deal :ભારતની મદદે આવ્યું રશિયા પુતિને કરી અત્યંત મોટી જાહેરાત, રશિયાની ઓફરથી દુનિયા ચોંકી!
LPG Supply Crisis: એલપીજી સિલિન્ડર માટે હજુ વર્ષો સુધી જોવી પડશે રાહ? ગેસ પુરવઠાને લઈને આવ્યા અત્યાર સુધીના સૌથી ચિંતાજનક સમાચાર!
Share Market Today: રોકાણકારો માલામાલ! બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 566 પોઈન્ટનો ધડાકો, નિફ્ટીએ પણ પકડી તેજીની રફ્તાર
Kurnool Road Accident: આંધ્રપ્રદેશના કુર્નૂલમાં કાળમુખો અકસ્માત: ટેન્કર અને બોલેરો વચ્ચેની ભીષણ ટક્કરમાં 8 શ્રદ્ધાળુઓના કરુણ મોત, મચ્યો હાહાકાર!
Exit mobile version