ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
06 ઓગસ્ટ 2020
પેનગોંગ વિસ્તાર માંથી પીછેહઠ ન કરવાનું ચીને નક્કર વલણ અપનાવ્યું છે. ઉલટાનું તેણે ભારતીય સૈન્યને ફિંગર -2 પર થી પાછા જવાની વાત કહી રહ્યુ છે. અગાઉ જ્યારે ચીની સેના ફિંગર -4 સુધી આવી ગઈ હતી ત્યારે બંને દેશોના સૈનિકો સામ સામે આવી ગયા હતા અને ઝપાઝપી બાદ ભારતે 20 જવાનો ગુમાવ્યા હતાં. ત્યારબાદ લશ્કરી કમાન્ડરો વચ્ચેની વાટાઘાટો પર સંમતી થયા પછી જુલાઈમાં, ચીની સેના એ ફિંગર -4 સહિતના ઘણા સ્થળોથી પીછેહઠ કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ હવે ચીન નવી શરતો મૂકી સ્થિતિ મુશ્કેલ બનાવી રહયું છે. ચીન ઈચ્છે છે કે ભારતીય સૈન્ય પહેલા ફિંગર -2 માંથી પીછેહઠ કરે. ચીનના પ્રયાસ સમગ્ર વિસ્તારને બફર ઝોન બનાવવાનો છે, જ્યાં કોઈ દેશની સેના રહેતી નથી. જ્યારે ભારતીય સૈન્ય હંમેશા ફિંગર -2 સુધી હાજર રહે છે અને ફિંગર -8 સુધી નિયમિત પેટ્રોલીંગ કરે છે. આ વિસ્તાર લગભગ સાત-આઠ કિલોમીટરનો છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ચીન ભારતીય સેનાને પીછેહઠ કરવાની વાત કહી આ વિસ્તારને વિવાદિત ક્ષેત્ર તરીકે જાહેર કરવાની વ્યૂહરચના હોઈ શકે છે, જેને કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં.
રવિવારે બને સેનાના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં પણ ચીનના આ વલણને કારણે, તણાવની સ્થિતિ યથાવત્ રહી અને કોઈ નક્કર પરિણામ મળી શક્યું નહીં. સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતીય પક્ષ ઇચ્છે છે કે ચીન એપ્રિલની સ્થિતિ પુન:સ્થાપિત કરવા માટે ચીને જ ફિંગર -8 થી પીછેહઠ કરવી પડશે. ત્યાર બાદ જ ભારત પાછું ફિંગર -2 પર તેની જૂની સ્થિતિ મુજબ આવી જશે. બીજું, ભારત પહેલાની જેમ જ ફિંગર-8 સુધી પોતાનું પેટ્રોલિંગ ચાલુ રાખશે, પરંતુ ચીની સેના, ભારતની માંગ માટે તૈયાર નથી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com