ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
28 મે 2020
માઉન્ટ એવરેસ્ટ નામ કાને પડતાની સાથે જ શુભ્ર રૂના પૂમડા જેવો સર્વોત્તમ શિખર નજર સામે તરવરી આવે. આ પર્વત આપણા પાડોશી દેશ નેપાળ અને ચીનને અડીને આવેલો છે, જેની ઉંચાઈ ને લઈને હંમેશા મતમતાંતર પ્રવર્તી રહ્યા છે. પહેલા નેપાળ એ તેની ઊંચાઇ માપી હતી અને હવે ફરી પોતાની રીતે ચીને માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇ માપી છે. માઉન્ટ એવરેસ્ટની ગણના વિશ્વના સૌથી ઊંચા પર્વતોમાં થાય છે હવે આની ઊંચાઈને ફરી માપવા માટે ચીને એક સર્વે 27 મેના દિવસે તિબેટ તરફથી ઉપર ટીમ મોકલી હતી. ચીનના સર્વે મુજબ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇ 8844.43 છે, જ્યારે નેપાળની ગણતરી મુજબ ચાર મીટર ઓછી છે.
હકીકતમાં ચીને 1લી મેથી વિશ્વની સર્વોચ્ચ શિખર ની ઊંચાઇને માપવા માટે એક નવો સર્વે શરૂ કર્યો હતો કારણકે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇ નેપાળએ જે માપદંડો દ્વારા માપી છે તેનાથી ચીન સંતુષ્ટ નથી..