ડ્રેગનની અવળચંડાઈ- ફરી કર્યો ઘૂસણખોરીનો પ્રયાસ- એક બે નહીં પણ આટલા કિમી અંદર સુધી આવ્યું ફાઇટર જેટ- જાણો વિગતે 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ચાલાક ચીને(China) ફરીથી LAC પર ઉશ્કેરણીજનક હરકત કરી છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર, ચીનના વિમાન એલએસી(LAC) પર નો ફ્લાય ઝોન(NO fly zone)માં પ્રવેશ્યા હતા. 

ચીનના ફાઈટર જેટ નો ફલાય ઝોનમાં 1 કે 2 નહીં પરંતુ 10 કિમી સુધી અંદર ઘૂસી ગયા હતા.

પૂર્વી લદ્દાખમાં ચીની ફાઈટર પ્લેન જોવા મળ્યા હતા. ચીનની આ હરકતને જોતાં હાલ ભારતીય વાયુસેના પણ એલર્ટ મોડ પર છે. 

ચીનના ફાઈટર પ્લેન સતત આવા ઉલ્લંઘન કરી રહ્યા છે. આ કૃત્ય ચીન દ્વારા છેલ્લા એક મહિનાથી સતત કરવામાં આવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  UNSCમાં ભારતના સ્થાયી સભ્યપદ માટે પાંચમાંથી ચાર દેશોએ આપ્યું સમર્થન-આ પાડોશી દેશએ કર્યો વિરોધ-જાણો વિગતે

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment