ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
26 જુન 2020
જમ્મુ-કાશ્મીરના ત્રાલ સેક્ટરમાં આજે સવારે આતંકવાદીઓ અને ભારતીય સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર મરાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. મળતી માહિતી મુજબ, ભારતીય સુરક્ષા દળોને ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યા હતા કે કેટલાક આતંકવાદી ત્રાલ સેક્ટરમાં છુપાયેલા છે અને કોઈ મોટા કાવતરાને અંજામ આપી શકે છે. ઇન્ટેલિજન્સ જાણકારીના આધારે સુરક્ષા દળોએ સ્થાનિક પોલીસ અને સીઆરપીએફની સાથે મળી એક સંયુક્ત ટીમ તૈયાર કરી અને જે સ્થળે આતંકવાદીઓ છુપાયા હતા તેને ઘેરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે આતંકીઓ એક ઘરમાં છુપાઇને ફાયરિંગ કરવા લાગ્યા. ગોળી છુટવાનો અવાજ આવતા જ ભારતીય જવાનોએ પણ ફાયરિંગ શરૂ કરી દીધું. લાંબા સમય સુધી ચાલેલા ફાયરિંગ બાદ ત્રણ આતંકવાદીઓને ઢાળી દેવામાં આવ્યા. એન્કાઉન્ટર ખતમ થઈ ગયું છે પરંતુ ભારતીય સુરક્ષાદળોએ હજુ પણ વિસ્તારને ઘેરી રાખ્યો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એ દરમિયાન શોપિયાઁમાં ત્રણ બંકરોનો પર્દાફાશ થયો હતો. બડગામમાં એક ટેરર મોડયુલ મળી આવ્યું હતું. એમાંથી સુરક્ષાદળોએ પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. ગુપ્તચરવિભાગની માહિતી પછી સુરક્ષાદળોએ શોપિયાઁમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં આ બંકરો મળ્યા હતા. તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં હાઇવે સિક્યુરિટીમાં તૈનાત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) પાર્ટી પર આતંકવાદીઓએ હુમલો કર્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ હુમલામાં ઘાયલ થયેલા સીઆરપીએફ જવાનનું ઈજા થતાં તેઓએ દમ તોડી દીધો છે. આ હુમલામાં આતંકીઓ દ્વારા એક બાળકનું મોત પણ થયું હોવાનું સેન્ટ્રલ સીઆરપીએફએ જણાવ્યું હતું
નોંધનીય છે કે, એક સપ્તાહમાં જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને પુલવામામાં થયેલા એન્કાઉન્ટરમાં પાંચ આતંકવાદી ઠાર મરાયા હતા. છેલ્લા 19 દિવસમાં 35 આતંકવાદી ઠાર મરાયા છે. બીજી તરફ આ વર્ષે સુરક્ષા દળોએ 110 આતંકવાદીઓને ઢાળી દીધા છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com