News Continuous Bureau | Mumbai
Uttarakhand Disaster ઉત્તરાખંડમાં ફરી એકવાર કુદરતી આફત આવી છે. દેહરાદૂનના પ્રવાસી સ્થળ સહસ્ત્રધારામાં મોડી રાત્રે વાદળ ફાટવાની ઘટના બની, જેના કારણે વ્યાપક નુકસાન થયું છે. ભારે વરસાદને લીધે સહસ્ત્રધારા નદીનું જળસ્તર અચાનક વધી ગયું અને તેના કિનારે આવેલી અનેક દુકાનો તણાઈ ગઈ, જેનાથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આ આફતમાં બે લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે, જેમની શોધખોળ ચાલુ છે. ઘટનાની જાણ થતાં જ જિલ્લા પ્રશાસને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે.
બચાવ ટીમોએ મોરચો સંભાળ્યો
ઘટનાસ્થળે SDRF અને NDRFની ટીમો તાત્કાલિક પહોંચી ગઈ છે. જેસીબી અને અન્ય ઉપકરણોની મદદથી રાહત અને બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ઘણા સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર સવિન બંસલે રાત્રે જ તાત્કાલિક બેઠક યોજીને તમામ સંબંધિત વિભાગોને સક્રિય કર્યા હતા. ભારે વરસાદના કારણે દેહરાદૂનમાં ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
#WATCH | Uttarakhand | Tamsa river in spate and Tapkeshwar Mahadev temple inundated as heavy rainfall lashes Dehradun.
Temple priest Acharya Bipin Joshi says, “The river started flowing heavily since 5 AM, the entire temple premises were submerged… This kind of situation had… pic.twitter.com/4E6PhKBM6K
— ANI (@ANI) September 16, 2025
વાહનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન
IT પાર્ક પાસે રસ્તા પર પાર્ક કરેલી ગાડીઓ પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી, જાણે રમકડાં હોય. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. માલદેવતા વિસ્તારમાં સોંગ નદી ગાંડીતૂર બની છે, જેના કારણે કેટલાક રિસોર્ટ અને હોટલ કાટમાળ અને પાણીની લપેટમાં આવી ગયા છે. દેહરાદૂનના મોહની રોડ, પૂરન બસ્તી, બલબીર રોડ, ભગત સિંહ કોલોની અને સંજય કોલોની જેવા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. આઇટી પાર્ક પાસે તાજેતરમાં બનેલો રસ્તો પણ તૂટી ગયો છે. આ ઉપરાંત, અધોઈવાલા અને અપર રાજીવનગરમાં વીજળીના ટ્રાન્સફોર્મરો પણ તણાઈ ગયા હોવાના અહેવાલ છે.
આ સમાચાર પણ વાંચો : India Pakistan Match: હેન્ડશેક વિવાદ પર BCCIએ પાકિસ્તાનને આપ્યો સણસણતો જવાબ,બોર્ડ એ નિયમ પર આપી સ્પષ્ટતા
પુલને પણ નુકસાન, પરિસ્થિતિ પર સતત નજર
નગર નિગમના કંટ્રોલ રૂમને શહેરભરમાંથી પાણી ભરાવાના, કાટમાળ આવવાના અને વૃક્ષો પડવાના અહેવાલો મળી રહ્યા છે. કેટલાક રસ્તાઓ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે અને એક પુલને પણ નુકસાન થયાના સમાચાર છે. રાહત અને બચાવ ટીમો સતત કાર્યરત છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. પ્રશાસનની સમયસર કાર્યવાહીથી કોઈ મોટી જાનહાનિ ટળી ગઈ છે, પરંતુ સંપત્તિને ભારે નુકસાન થયું છે. ગુમ થયેલા લોકોની શોધખોળ હજુ પણ ચાલુ છે.