ભારતે રસીકરણમાં વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું, દેશની આટલા ટકા વસ્તીનું સંપૂર્ણ રસીકરણ થયું; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 23 ડિસેમ્બર 2021

ગુરુવાર.

ભારતમાં રસીકરણની ઝડપી ગતિ દ્વારા એક માઈલસ્ટોન હાંસલ કરવામાં આવ્યો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ દેશની 60 ટકા વસ્તીએ સંપૂર્ણ રસીકરણ કરાવ્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું, જનભાગીદારી અને અમારા આરોગ્ય કર્મચારીઓના સમર્પિત પ્રયાસોથી, ભારતની 60 ટકાથી વધુ પાત્ર વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી છે.

હાલમાં ભારતમાં કોવિશિલ્ડ, કોવેક્સિન, સ્પુટનિક વી દ્વારા લોકોને રસી આપવામાં આવી રહી છે.

ભારતમાં 16 જાન્યુઆરીથી દેશવ્યાપી રસીકરણ શરૂ થયું. પ્રથમ તબક્કા હેઠળ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી.

હેં! મુંબઈ મહાનગરપાલિકાના આંશકા, શહેરમાં કોરોના કેસમાં ફરી જોવા મળશે વધારો; જાણો વિગત

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *