ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
2 જુલાઈ 2020
છેલ્લાં 24 કલાકમાં, કોરોના ચેપને કારણે ભયાનક સ્થિતિ દેશમાં જોવાં મળી રહી છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે ગુરુવારે જારી કરેલા આંકડા મુજબ, કોરોના ચેપના 19,148 નવા કેસ અને સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 6,04,641 થઈ છે.. છેલ્લા 24 કલાક દરમિયાન આ ચેપને કારણે 434 લોકોનાં મોત નીપજ્યાં છે, જે બાદ કુલ મૃત્યુની સંખ્યા વધીને 17,834 થઈ છે. આ સમયગાળા દરમિયાન 11,881 દર્દીઓ સારવાર લઈને ચેપ મુક્ત થયા છે, જેની પણ આજ સુધીની કુલ સંખ્યા 3,59,860 થઈ છે. જ્યારે દેશમાં હાલમાં કોરોના ગ્રસ્ત 2,26,947 સક્રિય કેસ છે.
મહારાષ્ટ્રમાં, કોવિડ-19 નામના રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 5,537 ચેપનાં નવા કેસ નોંધાયા છે અને 198 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે મહારાષ્ટ્રમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 1,80,298 અને મૃતકોની સંખ્યા વધીને 8,053 થઈ ગઈ છે. તો રાજ્યમાં 93,154 લોકોને ચેપ લાગ્યો છે.
મહારાષ્ટ્ર બાદ તમિલનાડુ ચેપના મામલે દેશમાં બીજા સ્થાને પહોંચ્યું છે, પાછલાં 24 કલાકમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 3,882 વધીને કુલ 94,049 પર પહોંચી ગઈ છે અને તે જ સમયગાળામાં 63 મૃત્યુ પામ્યાં છે આમ કુલ મૃત્યુની સંખ્યા 1264 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં 52,926 લોકોને સારવાર બાદ હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે. આમ દેશમાં ધીમે ધીમે સંક્રમણ વધતું જાય રહ્યું છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com