ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
24 જુન 2020
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 465 મૃત્યુ અને સૌથી વધુ સિંગલ-ડે સ્પાઇક 15968 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 183022 સક્રિય કેસ છે અને 258685 સાજા થયીને પોતાના ઘરે ગયા છે અને કુલ 14476 મૃત્યુ સહિત ભારતમાં હકારાત્મક કેસનો આંક 456183 પર પહોંચ્યો છે.
જ્યારે ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) ના જણાવ્યાં મુજબ આરોગ્ય મંત્રાલયએ 23 જૂન સુધીમાં કુલ 73,52,911 નમૂનાઓનું પરીક્ષણ કરયું છે જેમાં છેલ્લા 24 કલાકમાં જ કુલ 2,15,195 લોકોના નમૂનાઓની ચકાસણી કરવામાં આવી છે.
આવા સમયે મુંબઈના વસાઈના એક દંપતી એરિક અને મર્લિનએ તેમના લગ્નના દિવસે ખૂબ સાદાઈ થી લગ્ન કરી બાકીના પૈસા સંસર્ગનિષેધ કેન્દ્રને 50 બેડ દાનમાં આપ્યા છે.
બીજી બાજુ મુંબઈના બે મિત્રો શાહનવાઝ હુસેન અને અબ્બાસ રિઝવી આખા મુંબઈના દર્દીઓને નિ .શુલ્ક ઓક્સિજન સિલિન્ડર વહેંચી રહ્યા છે. તેઓના કહેવા મુજબ "હમણાં સુધી લગભગ 250 થી 300 ઓક્સિજન સિલિન્ડર દર્દીઓને આપ્યા છે. જે કોઈ પાસે ડોક્ટર પ્રિસ્ક્રીપ્શન હોય તેવાં કોઈપણ અમારી પાસેથી સિલિન્ડર લઈ શકે છે." કોરોનામાં સિલન્ડરોની માંગને પહોંચી વળવા તેમણે એસયુવી કાર પણ વેચી દીધી છે.
આમ એકબાજુ કોરોના ટેસ્ટની સંખ્યામાં વધારો થતાં પોઝીટીવ કેસો વધી રહયાં છે. ટોહ બીજી બાજુ વધુને વધુ લોકો મદદ માટે સામે આવી રહયાં છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com