Site icon

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વેક્સીનને લઈને જાહેર કરી નવી ગાઇડલાઇન, હવે કોરોના સંક્રમિત થયાના આટલા મહિના બાદ જ વેક્સીન લઈ શકાશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,22 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

શનિવાર

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન આવ્યા બાદ ફરી દેશમાં રસીકરણ રસીકરણની ગતિ વધારી દેવામાં આવી છે. આ સાથે જ કોરોના વેક્સીનેશનને લઈ કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. જે મુજબ હવે કોરોના સંક્રમણથી સાજા થયાના 3 મહિના બાદ જ વેક્સીન લાગશે. આ નિયમ બૂસ્ટર ડોઝમાં પણ લાગૂ થશે.

કેન્દ્ર સરકારે આ અંગે તમામ રાજ્યોને પત્ર લખી દિશા નિર્દેશ જાહેર કર્યા. જેમાં લખ્યું છે કે જે વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે તેમને સાજા થયાના 3 મહિના બાદ જ વેક્સીન આપવી. આ નિયમ કોરોનાના પહેલા અને બીજા ડોઝ તેમજ પ્રિકોશન ડોઝ પર પણ લાગુ પડશે. વૈજ્ઞાનિકોએ જે તારણ કાઢ્યા છે તેના આધારે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

 PM મોદીની જાહેરાત: અહીં મૂકાશે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા, જાણો કોણ બનાવશે નેતાજીની પ્રતિમા

વાયરસના બચાવ માટે સરકાર ઘણા માધ્યમો દ્વારા જાગરૂકતા ફેલાવી રહી છે. તેવામાં લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે આખરે વેક્સીન લગાવવા કે કોરોના સંક્રમણથી સાજા થયા બાદ કેટલા મહિના સુધી ઇમ્યુનિટી એટલે કે એન્ટી બોડી શરીરમાં યથાવત રહે છે. લોકોના મનમાં ઉઠી રહેલા સવાલને લઈને આઈસીએમઆરના ડીજી બલરામ ભાર્ગવે જાણકારી આપી છે.

ઉલ્લેખનીય છે કે ત્રણ જાન્યુઆરીથી 15  થી 18 વર્ષના યુવાઓને પણ કોરોના વેકસીન આપવાની મંજૂરી અપાઈ છે. બીજી તરફ ઘરડા લોકો અને ફ્રન્ટ લાઈન વર્કર માટે પણ 10 જાન્યુઆરીથી પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરાયુ છે. 
 

E30 Petrol India:પેટ્રોલના ભાવમાં મળશે મોટી રાહત? હવે ‘E30’ ઈંધણની તૈયારી; વિદેશી તેલ પર નિર્ભરતા ઘટશે અને ખેડૂતોની આવક વધશે.
Indian cotton market:સરકારની ખરીદી અને ખોળની તેજીથી રૂના બજારમાં તેજીનો માહોલ
Relief Amid Oil Crisis: મોદી મેજિક? તેલના કકળાટ વચ્ચે ખાડી દેશો ભારતની વહારે! UAE-સાઉદીથી તેલના જહાજો રવાના; જાણો શું છે સરકારનો માસ્ટરપ્લાન.
LPG Booking Update: BPCL નો નવો આદેશ! ૧૨ સિલિન્ડરનો ક્વોટા પૂરો થયા બાદ ગેસ મેળવવા આપવી પડશે આ વધારાની વિગત; જાણો હવે કેવી રીતે થશે બુકિંગ.
Exit mobile version