ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
04 માર્ચ 2021
દેશમાં રસીકરણ સાથે, કોરોના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લાં 24 કલાકમાં, 18 રાજ્યોમાં સ્વસ્થ થનારાઓ કરતાં નવા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. તેમાંથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. 18 ઓક્ટોબર પછી પહેલીવાર એક જ દિવસમાં 9,000 થી વધુ કોરોના કેસ નોંધાયા છે. .
દેશમાં, છેલ્લા 24 કલાકમાં 17,425 કોરોના કેસ નોંધાયા છે. તેની સાથે 14,071 લોકો સ્વસ્થ થયા અને 87 લોકો મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં 1,11,56,923 લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા છે. તેમાંથી 1.08 કરોડ લોકો સાજા થયા છે, જ્યારે 1.57 લાખ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. તો 1,73,413 લાખ દર્દીઓ સારવાર હેઠળ છે. આ રીતે, સક્રિય દર્દીઓની સંખ્યામાં બુધવારે 3260 નો વધારો થયો છે.
દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશના 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોઝિટિવિટી દર 5% કરતા વધારે છે. મહારાષ્ટ્રનો પોઝિટિવિટી દર સૌથી વધુ 13.2% છે. આ સિવાય ગોવામાં 11.1%, નાગાલેન્ડમાં 9.3% અને કેરળમાં 9.2% છે. તો પંજાબ મૃત્યુ દર સૌથી વધારે છે. અહીં દરરોજ 100 કોરોના દર્દીઓમાંથી ત્રણ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. અહીં મૃત્યુ દર 3.2 % છે. બીજા સ્થાને મહારાષ્ટ્રમાં મૃત્યુ દર 2.4% છે. સિક્કિમમાં મૃત્યુ દર 2.2% અને પશ્ચિમ બંગાળમાં મૃત્યુ દર 1.8% છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી 1 કરોડ 54 લાખ 61,000 થી વધુ લોકોને રસી આપવામાં આવી છે. તેમાંથી 67.75 લાખ આરોગ્ય કામદારોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 28.25 લાખ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે. એ જ રીતે, પ્રથમ ડોઝ 57.62 લાખ ફ્રન્ટલાઈન કામદારોને આપવામાં આવ્યો છે, જ્યારે 3,277 લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે. આ રસી અત્યાર સુધીમાં 45 થી 60 વર્ષની વયના 1.04 લાખ લોકોને અને 60 વર્ષથી વધુની 8.44 લાખ લોકોને આપવામાં આવી છે.
