ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
27 મે 2020
આજે બે મહિના બાદ દેશભરમાં કોરોનાનો ચેપ લાગ્યાના દર્દીઓની સંખ્યા 1,51,973 પર પહોંચી છે. જેમાંથી 4346 લોકોના મોત થયા છે, તો રાહતની વાત એ છે કે 64,277 લોકો સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. માત્ર છેલ્લા 24 કલાકમાં 170 ના મોત થયા છે.
બીજી બાજુ મહારાષ્ટ્રમાં 54700 થી વધુ અને દેશમાં સૌથી વધુ કેસ નોંધાવાનો રેકોર્ડ નોંધાયો છે. જ્યારે બીજા નંબરે ગુજરાતનો સમાવેશ થાય છે ત્યાર બાદ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ આવે છે.
મહારાષ્ટ્રમાં મંગળવારે 2091 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 971 દર્દીઓનું મૃત્યુ થયું છે અને હાલ મહારાષ્ટ્રમા 35178 એક્ટિવ દર્દી છે. આનંદની વાત એ છે કે હાલ કેસોની ડબલ થવાની સંખ્યા 14 દિવસે વધી રહી છે.
જોકે આવી પરિસ્થિતિમાં પણ કેન્દ્ર સરકારે લોકડાઉનને કારણે વિદેશમાં ફસાયેલા લોકોને ભારત લાવવા માટે 'વંદે ભારત મિશન' શરૂ કર્યું છે જેનો બીજો તબક્કો 16 જુન સુધી લંબાવવામાં આવ્યો છે..