ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
3 જુલાઈ 2020
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ ગુરુવારે એક પત્રમા કહ્યું કે 'આગામી 15 ઓગસ્ટ સુધીમાં કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમા લઇ શકાય એવી વેકસીન ભારતીય બજારોમાં ઉપલ્બધ થઈ જશે .. આ કરાવવા માટે હૈદરાબાદ સ્થિત બાયોટેકની કંપની સાથે ભાગીદારીમાં કોરોનાવાયરસની રસીનું માણસો પર ટ્રાયલ શરૂ કરવામા આવ્યું છે. તેમજ હાલ બીબીઆઈએલ લક્ષ્યને પહોંચી વળવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે, જો કે, અંતિમ પરિણામ આમાં સામેલ તમામ ક્લિનિકલ ટ્રાયલ સાઇટ્સના સહયોગ પર નિર્ભર રહેશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ તાજેતરમાં સ્વદેશી રસીના પ્રયત્નોની જાણકારી લેવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી..
જોકે સહયોગી બાયોટેક કંપનીએ આ મામલે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. ભારતમાં હાલ સૌથી અગત્યની યોજનામાં આ રશીની શોધ પ્રાથમિકતા આપવામાં આવી છે. પ્રાયોગોનું નિરીક્ષણ સરકારના ઉચ્ચ-સ્તરના લેવલે કરવામાં આવી રહ્યું છે, નિવેદનમાં આગળ લખ્યું છે. "કોવિડ -19 રોગચાળાની રસી માટે પ્રારંભથી જ સંબંધિત તમામ મંજૂરીઓને ઝડપી ટ્રેક કરી, ક્લિનિકલ ટ્રાયલ અને વિષયની નોંધણી 7 મી જુલાઈ 2020 એ કરવામાં આવશે, "આઇસીએમઆરના નિવેદનમાં નોંધાયુ છે કે ભારતમાં કોરોનાવાયરસના 6 લાખથી વધુ કેસ નોંધાયા છે, જેમાં 2 જુલાઈ સુધી 19,000 લોકો મૃત્યુ પામ્યા છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com