ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
12 જાન્યુઆરી 2021
કોરોનાની મહામારી વચ્ચે આ વખતે બ્રિટનની અંદર ઉદ્બવેલા નવા કોરોના સ્ટ્રેઇન અને પછી સંક્ર્મણની પરિસ્થિતિને કારણે ત્યાંના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન હાલ ભારત આવી શકે એમ નથી, જેનું કારણ છે કે યુકેના વડાપ્રધાન જ્હોનસન આ વખતે ભારતના 72 માં ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ હતા, તેમણે ભારતનું આમંત્રણ સ્વીકાર્યુ પણ હતું. પરંતુ હવે વધેલા પ્રકોપને કારણે તેમણે ભારત પ્રવાસ રદ્દ કર્યો છે.
વિતેલા 50 વર્ષમાં પહેલો એવો ગણતંત્ર દિવસ સમારોહ યોજાશે, જેમાં મુખ્ય મહેમાન તરીકે કોઇ વિદેશી મહેમાન નહીં હોય. વર્ષ 1966માં આ સમારોહની પરેડમાં કોઇ વિદેશી અતિથિ સામેલ થયા ન હતા, એ સમયે 11 જાન્યુઆરીએ લાલ બહાદુર શાસ્ત્રીના અચાનક નિધન થયું હતું. આ સિવાય 1952 અને 1953માં પણ 26 જાન્યુઆરી ના સમારોહમાં કોઇ વિદેશી અતિથિ સામેલ થયા ન હતા.
આ સિવાય પણ કેન્દ્ર સરકારે ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા 72માં વર્ષની પરેડ અને સમારોહમાં મહત્વના ફેરફારો કર્યા છે. આ વર્ષે બાળકો કે સામાન્ય નાગરિકો વિજયપથ પાર જોવા નહીં મળે. સાથે જ ગણતરીના વિવિઆઇપી મહેમાનોને જ આમંત્રિત કરવામાં આવ્યાં છે. આમ 21 મી સદીમાં પહેલીવાર એવું બનશે જ્યારે ગણતંત્ર દિવસે કોઈ વિદેશી ખાસ અતિથિ નહીં હોય…
