ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 નવેમ્બર 2021
ગુરુવાર.
વેક્સિનેશનને કારણે દેશમાં કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે. ત્યારે કોરોના વિરુદ્ધની લડાઈમાં દેશને વધુ એક શસ્ત્ર મળ્યું છે. જેમાં એક ગોળી ખાવાની રહેશે, જે કોરોનાના દર્દીને આપવામાં આવશે. તેથી હોસ્પિટલમાં દાખલ થવાનું અને મૃત્યુનું જોખમ ઘટી જશે. કોરોનાના હળવા અને મધ્યમ લક્ષણોવાળા દર્દીઓની સારવાર માટે મર્કની એન્ટીવાયરલ દવા, મોલનુપિરવીરને અમુક દિવસો માટે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળવાની છે. તબીબી નિષ્ણાતના કહેવા મુજબ ભારતમાં બનનારી આ દવા એવા લોકોને આપવામાં આવશે, જે લોકોમાં કોરોનાના ગંભીર લક્ષણ છે. અથવા જેને હોસ્પિટલમાં દાખલ થવાની આવશ્યકતા છે.
ફાઈઝરની ગોળી પૈક્સલોવિડને આવવામાં થોડો સમય લાગી શકે છે. આ બંને દવાઓના આવવાથી સકારાત્મક પ્રભાવ જોવા મળશે. કોરોના મહામારીમાં વેક્સિનેશનની સાથે જ આ દવા પણ અકસર ઉપાય સાબિત થશે.
વિકાસ કાર્યને ફરી મળશે વેગ, કેન્દ્ર સરકારે આપી આ યોજનાને મંજૂરી; જાણો વિગત.