269
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૯ એપ્રિલ 2021
ગુરૂવાર
એક તરફ અનેક રાજ્યોમાં વેક્સિનેશન કાર્યક્રમ બંધ પડ્યો છે. ત્યારે બીજી તરફ 18 વર્ષથી ઉપરના લોકોએ વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવવાનું શરૂ કરી દીધું છે. 18 વર્ષથી ઉપરના લોકો ના રજીસ્ટ્રેશન ના પહેલા દિવસે 1 કરોડ 35 લાખ લોકોએ વ્યક્તિ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ભારતમાં આશરે ૬૦ કરોડ લોકો 18 થી ૪૪ વર્ષની વયના છે. આવનાર દિવસોમાં આ રજિસ્ટ્રેશન નો આંકડો સતત વધશે. બીજી તરફ સરકાર પાસે દૈનિક ધોરણે ૨૫થી ૩૦ લાખ વેક્સિન ની વ્યવસ્થા હોય છે. આ પરિસ્થિતિમાં આટલા બધા લોકોને વેક્સિન કઈ રીતે મળશે તે એક સવાલ છે.
You Might Be Interested In
