ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021
બુધવાર.
કોવિશીલ્ડ પર પોતાની વેક્સીન પોલીસીને લઈને ઘેરાયેલા યુકે એ આખરે મોટો ફેરફાર કરવો પડ્યો છે.
યુકેએ કોવિશીલ્ડ રસી મેળવનારા લોકોને ક્વોરેન્ટાઇન વગર તેમના દેશમાં પ્રવેશવાની મંજૂરી આપી છે.
યુકે સરકારે હવે તેના નિયમોમાં ફેરફાર કર્યો છે અને કોવિશીલ્ડને પણ તે રસીઓની શ્રેણીમાં સામેલ કરી છે જે રસી લેનારા લોકોને યુકેમાં મુસાફરી કરવાની મંજૂરી આપે છે.
જોકે નવા નિયમો 4 ઓક્ટોબરથી અમલમાં આવવાના છે અને રસીના બીજા ડોઝને 14 દિવસ પૂરા થયા બાદ જ મુસાફરી માટે મંજૂરી આપવામાં આવશે.
નોંધનીય છે કે, બ્રિટનના નવા પ્રવાસ નિયમ મુજબ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી કોવિશીલ્ડ રસીના બંને ડોઝ લેનારા લોકોનું રસીકરણ માન્ય નહોતું અને યુકે પહોંચ્યા બાદ તેમને 10 દિવસ માટે ક્વોરન્ટાઇનમાં રહેવાનું કહેવામાં આવ્યું હતું.
આ વર્ષે ગણેશોત્સવમાં મૂર્તિઓની સંખ્યામાં આટલો વધારો જોવા મળ્યો; જાણો વિગત