Site icon

Cyclone Remal : તીવ્ર ગતિએ બંગાળ તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું, આ રાજ્યોમાં થશે ભારે વરસાદ, જાણો IMDનું અપડેટ

Cyclone Remal : રવિવાર સાંજ સુધીમાં, તીવ્ર ચક્રવાતી તોફાન બાંગ્લાદેશ અને અડીને આવેલા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે. હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે બંગાળની ખાડીમાં ચોમાસા પહેલા આ સિઝનનું આ પ્રથમ ચક્રવાત છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતની નામકરણ પદ્ધતિ અનુસાર, આ વાવાઝોડાને રેમલ નામ આપવામાં આવશે. IMD અનુસાર, રવિવારે ચક્રવાતને કારણે 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

Cyclone Remal Cyclone Remal to reach West Bengal, Bangladesh coasts by May 26 evening - IMD

Cyclone Remal Cyclone Remal to reach West Bengal, Bangladesh coasts by May 26 evening - IMD

 News Continuous Bureau | Mumbai 

Cyclone Remal  : બંગાળની ખાડીમાં સિઝનનું પ્રથમ ચક્રવાત ‘રેમાલ’ રચાઈ રહ્યું છે. તે 26 મે એટલે કે રવિવારના રોજ પશ્ચિમ બંગાળ અને તેની નજીકના બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગે ગુરુવારે આ માહિતી આપી હતી. ચક્રવાતી તોફાનના કારણે પશ્ચિમ બંગાળ ઉત્તર 24 પરગણા, દક્ષિણ 24 પરગણા અને પૂર્વ મિદનાપુરના દરિયાકાંઠાના જિલ્લાઓના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 

Join Our WhatsApp Community

Cyclone Remal : કોણે આપ્યું આ નામ 

હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડી પર હાજર નીચા દબાણની સિસ્ટમ શુક્રવારે ડીપ ડિપ્રેશનમાં અને પછી બીજા દિવસે પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવના છે.  આ પછી રવિવાર સાંજ સુધીમાં તે બાંગ્લાદેશ અને તેની નજીકના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ગંભીર ચક્રવાત તરીકે પહોંચશે. જોકે, ચક્રવાત ક્યાં લેન્ડફોલ કરશે ? બાંગ્લાદેશ કે પશ્ચિમ બંગાળનો દરિયાકિનારો, તેની મહત્તમ અસર ક્યાં પડશે અથવા તેની તાકાત અથવા કેટલી હશે? તે હજુ સ્પષ્ટ નથી. નોંધ કરો કે રેમાલ એટલે રેતી. તે અરબી શબ્દ છે. આ નામ ઓમાન દ્વારા આપવામાં આવ્યું છે.. હવામાન વિભાગે માછીમારોને રવિવાર સુધી ઉત્તર બંગાળની ખાડીમાં ન જવા ચેતવણી આપી છે.

આ સમાચાર  પણ વાંચો: Mumbai Water cut : ઘાટકોપર, ભાંડુપ અને મુલુંડમાં આ તારીખે 24 કલાક પાણી કાપ મુકાશે; જાણો કારણ..

Cyclone Remal : ગરમી ઓછી થવાની ધારણા નથી

જોકે રાજસ્થાન, પંજાબ, દિલ્હી, હરિયાણા, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ગરમીથી રાહત મળી નથી. IMD એ આગાહી કરી છે કે આગામી ચાર-પાંચ દિવસ સુધી યથાસ્થિતિ યથાવત રહેશે. આવી સ્થિતિમાં દિલ્હી અને હરિયાણામાં ચૂંટણીના દિવસે 25 મેના રોજ પણ ગરમી ઓછી થવાની આશા નથી. તાપમાન 40-44 ડિગ્રીની આસપાસ રહી શકે છે અને રાત પણ સામાન્ય કરતાં વધુ ગરમ રહી શકે છે.

Cyclone Remal  : આ વર્ષે તાપમાન સૌથી વધુ છે

હજુ પણ રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં તાપમાન 40-44 ડિગ્રીની વચ્ચે છે. રાજસ્થાન સૌથી વધુ પ્રભાવિત છે, જ્યાં ગુરુવારે બાડમેરમાં તાપમાન 48.8 ડિગ્રીએ પહોંચ્યું હતું. જયપુર, ચુરુ, જેસલમેર, પિલાની, પાલી અને ગંગાનગર સહિત ઘણા શહેરોનું તાપમાન આ વર્ષે સૌથી વધુ ટોચ પર છે.

Cyclone Remal : ચોમાસુ વધી રહ્યું છે આગળ 

દક્ષિણ બંગાળની ખાડી અને આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધ્યું છે.  બિહાર, બંગાળ અને ઓડિશામાં પ્રિ-મોન્સૂન વરસાદ શરૂ થઈ ગયો છે. આગામી 24 કલાક દરમિયાન કેરળ, લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા છે.

 

Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
India-EU Strategic Partnership: ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વ્યાપારિક મજબૂતી; કેમ દુનિયા માટે ભારત હવે ‘અનિવાર્ય’ છે, જાણો વિગતે.
Exit mobile version