News Continuous Bureau | Mumbai
Cyclone Tej: ભારતીય હવામાન વિભાગ (IMD) એ એલર્ટ જાહેર કર્યું છે અને કહ્યું છે કે ચક્રવાત ‘તેજ’ રવિવારે અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થયું છે અને હવે અરબી સમુદ્રમાંથી ( Arabian Sea ) ઉદ્ભવેલું આ વાવાઝોડું હાલમાં ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.
IMD અનુસાર, અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ઉત્તર-પશ્ચિમ તરફ સતત આગળ વધી રહ્યું છે. તે 25 ઓક્ટોબર (બુધવાર) ની સવારે યમનના ( Yemen ) અલ ગૈદાહ અને ઓમાનના સલાલાહ વચ્ચે યમન-ઓમાનના દરિયાકાંઠે ટકરાઇ શકે તેવી અપેક્ષા ( Forecast ) છે. એ સમયે પવનની ઝડપ 115 થી 125 કિમી પ્રતિ કલાકથી 140 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તીવ્ર ચક્રવાતી તોફાન ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે.
અરબી સમુદ્રમાં ઉદભવેલું ચક્રવાતી તોફાન ( cyclonic storm ) મજબૂત અને વિનાશક બન્યું છે તો બીજી તરફ બંગાળની ખાડીમાં ( Bay of Bengal ) હામૂન નામનું ચક્રવાત પણ સર્જાયું છે. IMD અનુસાર ચક્રવાત તેજ ઓમાન-યમનના દરિયાકાંઠા તરફ આગળ વધ્યું. જેના કારણે ભારત પરનો ખતરો પણ ટળી ગયો. જો કે બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાત હામૂન હજુ પણ ચિંતાનો વિષય છે. કારણ કે તે હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે અને આવનારા થોડાક કલાકોમાં તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ 2018માં પૂર્વ અને પશ્ચિમ દિશામાં એક સાથે ચક્રવાતી તોફાન આવ્યું હતું. જેણે ભારે વિનાશ સર્જ્યો હતો.
DD OVER WC BoB MOVED NW DURING PAST 6 HRS AND LAY CENTERED AT 0530 HOURS IST OF 23 OCT OVER WC BoB ABOUT 400 KM S OF PARADIP (ODISHA), 550 KM S-SW OF DIGHA (WB) AND 690 KM S-SW OF KHEPUPARA (BANGLADESH). TO INTENSIFY INTO A CS DURING NEXT 12 HOURS. pic.twitter.com/VO8pOm6Ggt
— India Meteorological Department (@Indiametdept) October 23, 2023
ચક્રવાત ‘તેજ’ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશાની તરફ આગળ વધશે….
જોકે, IMDએ કહ્યું કે ક્યારેક-ક્યારેક ચક્રવાત પણ પોતાનો રસ્તો બદલી નાખે છે. IMD અનુસાર, 22 ઓક્ટોબરની સાંજ સુધીમાં તેના ભયંકર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થઈને દક્ષિણ ઓમાન અને યમનના દરિયાકાંઠા તરફ આગળ વધવાની શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું કે, ચક્રવાત ‘તેજ’ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશાની તરફ આગળ વધશે. આવી સ્થિતિમાં તેની ગુજરાત, જે પશ્ચિમમાં છે, તેના પર કોઈ અસર નહીં થઈ શકે. આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં હવામાન સૂકું રહેશે. રાજ્યના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ કહ્યું કે હાલમાં ચક્રવાત તેજ કોઈ ખતરો નથી.
આ સમાચાર પણ વાંચો : World Cup 2023: શુભમન ગિલે તોડ્યો હાશિમ અમલાનો આ મોટો રેકોર્ડ, જાણો શું છે આ રેકોર્ડ… વાંચો વિગતે અહીં..
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, 24 ઓક્ટોબર સુધી વાવાઝોડાની અસર રહેશે. 24 ઓક્ટોબરે ઓમાન-યમન વચ્ચે ‘તેજ’ વાવાઝોડું ટકરાશે. તેઓએ કહ્યું છે કે, અરબ દેશમાં ‘તેજ’ વાવાઝોડું તબાહી મચાવશે. આ વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. પશ્ચિમ વિક્ષેપના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 24 અને 25 ઓક્ટોબરે રાજ્યમાં ઝરમર વરસાદની સંભાવના છે. 28 ઓક્ટોબરના દિવસે શરદ પૂર્ણિમાના દિવસે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ દેખાશે. 28 અને 29 ઓક્ટોબરે થનાર ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે. હાલ ચાલતી શરદ ઋતુ 24 ઓક્ટોબરે પૂર્ણ થશે. 24 ઓક્ટોબર બાદ સ્વાતિ નક્ષત્ર બેસતા હેમંત ઋતુનો પ્રારંભ થશે. હેમંત ઋતુના આરંભથી શિયાળાની શરૂઆત થશે.
તંત્ર એલર્ટ મોડ પર છે…
સ્પેશિયલ રિલીફ કમિશનર (SRC) પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ થઈ ગયા છે. તંત્ર એલર્ટ મોડ પર છે તેથી તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. SRC સત્યબ્રત સાહુએ જિલ્લા અધિકારીઓને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે તો નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની સુચના આપવામાં આવી છે.
IMD વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા બુલેટિન પ્રમાણે નીચાણ વાળા જિલ્લા વિસ્તારો કેઓંઝાર, મયુરભંજ, અંગુલ, ઢેંકનાલ, બૌધ, કંધમાલ, રાયગડા, કોરાપુટ અને મલકાનગીરીમાં વરસાદની સંભાવના છે. ફિશરીઝ અને એનિમલ હસબન્ડરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા પણ માછીમારીનો વ્યવસાય કરતા અને માછીમારો માટે ચેતવણી આપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Air Quality: લોકોના શ્વાસ રુંધાણા! પુણે-મુંબઇ જ નહીં પરંતુ અનેક શહેરમાં હવા બની પ્રદુષિત… નાઇટ્રોજન ઓક્સાઇડના રજકણોમાં થયો વધારો… જાણો હાલ શું છે સ્થિતિ..