429
Join Our WhatsApp Community
નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતા વર્ષ 2021-22માં ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા 1.75 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. જે ગત વર્ષની તુલનામાં લગભગ 35 હજાર કરોડ રૂપિયા ઓછા છે.
નાણાં મંત્રીએ જણાવ્યું કે LICના આઇપીઓ આગામી નાણાં વર્ષમાં લાવવાનો પ્લાન છે.
આ ઉપરાંત શેર બજારમાં તેજીને જોતા કેન્દ્ર સરકાર કેટલાક CPSEમાં ભાગીદારીની ઓફર્સ ફોર સેલ દ્વારા વેચી શકે છે.
આગામી નાણાંકીય વર્ષમાં બીપીસીએલ, એર ઇન્ડિયા, કોનકોર અને એસસીઆઇના વિનિવેશ પર મહોર લાગી શકે છે. ત્યાં જ અન્ય પ્રાઇવેટાઇઝેશન ડીલ્સ પણ નાણાંકીય વર્ષ 2022 સુધી પૂરી થવાનો અનુમાન છે.
You Might Be Interested In
