News Continuous Bureau | Mumbai
Delhi blast: રાજધાની દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં બ્લાસ્ટ થયો હોવાના સમાચાર છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ વિસ્ફોટ PVR પાસે થયો હતો. આ અંગે દિલ્હી પોલીસને જાણ કરવામાં આવી છે. હાલ પોલીસ આ બ્લાસ્ટની તપાસ કરવામાં વ્યસ્ત છે. NSG કમાન્ડો, ઉચ્ચ અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસને PVR પાસે એક દુકાનની સામે સવારે 11.48 વાગ્યે બ્લાસ્ટનો ફોન આવ્યો હતો.
#WATCH | Delhi Police cordon off area in Prashant Vihar where an explosion is reported; CRPF personnel also present pic.twitter.com/p49X7AtNAm
— ANI (@ANI) November 28, 2024
Delhi blast: વિસ્ફોટનો અવાજ દૂર સુધી સંભળાયો હતો
સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્ફોટનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. આ વિસ્ફોટ સાથે જોડાયેલી તમામ માહિતી ખૂબ જ પ્રાથમિક છે, વિસ્ફોટ સાથે જોડાયેલી વધુ બાબતો થોડા સમયમાં સ્પષ્ટ થઈ જશે. જેની રાહ જોવાઈ રહી છે. પોલીસ અત્યારે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ બ્લાસ્ટ કયા કારણોસર અને કેવી રીતે થયો હતો. પોલીસ ઘટનાસ્થળે હાજર છે.
#WATCH | NSG commandos with dog unit, FSL team and other expert units carry out further investigation at the site of explosion at Prashant Vihar in Delhi.
NSG has set up a counter of the bomb disposal unit at the spot. pic.twitter.com/LE2fG73P7x
— ANI (@ANI) November 28, 2024
Delhi blast: તાજેતરમાં જ રોહિણીમાં બ્લાસ્ટ થયો હતો
મહત્વનું છે કે અગાઉ ગત રવિવારે દિલ્હીના રોહિણીના પ્રશાંત વિહાર વિસ્તારમાં CRPF સ્કૂલની દિવાલમાં એક ઉચ્ચ તીવ્રતાનો બોમ્બ વિસ્ફોટ થયો હતો. તે એટલો જોરદાર હતો કે કેટલાય કિલોમીટર સુધી દુકાનો અને મકાનોની ટાઈલ્સ અને કાચ તૂટી ગયા હતા. જો કે, સદનસીબે આ બ્લાસ્ટ સવારે ત્યારે થયો જ્યારે ત્યાં લોકો હાજર ન હતા. જે બાદ NIA સહિતની ટોચની તપાસ એજન્સીઓ આ બ્લાસ્ટની કડીઓ શોધવામાં વ્યસ્ત છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)